વધુ કમાણી કરવી હોય તો, મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરવાની આ ટિપ્સ કામમાં આવશે
તમારી દરેક જરૂરિયાત પૂરી કરવા માટે મ્યુચ્યુઅલ ફંડની વિવિધ યોજનાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. જો આપણે ઈન્વેસ્ટમેન્ટ પર રિટર્નની વાત કરીએ તો લાંબા સમયમાં સૌથી વધુ રિટર્ન શેર જ આપે છે. તો શેરમાં ઈન્વેસ્ટમેન્ટનો સૌથી બેસ્ટ રસ્તો મ્યુચ્યુઅલ ફંડ જ છે. તમે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય માટે ઈન્વેસ્ટ કરીને સારું એવું ફંડ બનાવી શકો છો. હવે વાત કરીએ તેમાં ઈન્વેસ્ટ કરવાની. હંમેશા તમારા મનમાં એવો સવાલ આવતો હશે કે બેંકોમાં ફિકસ્ડ ડિપોઝીટ કરવું સરળ છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડોમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું બહુ જ મુશ્કેલ છે. બેંક લગભગ દરેક ગલી-મહોલ્લામાં છે, પંરતુ મ્યુચ્યુઅલ ફંડ માટે ન તો એજન્ટ નજર આવે છે, ન તો તેની ઓફિસ પાસ-પડોશમાં હોય છે. ત્યારે આજે જાણી લો કે, કેવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડોમાં સરળતાથી ઈન્વેસ્ટ કરી શકાય છે.
નવી દિલ્હી : તમારી દરેક જરૂરિયાત પૂરી કરવા માટે મ્યુચ્યુઅલ ફંડની વિવિધ યોજનાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. જો આપણે ઈન્વેસ્ટમેન્ટ પર રિટર્નની વાત કરીએ તો લાંબા સમયમાં સૌથી વધુ રિટર્ન શેર જ આપે છે. તો શેરમાં ઈન્વેસ્ટમેન્ટનો સૌથી બેસ્ટ રસ્તો મ્યુચ્યુઅલ ફંડ જ છે. તમે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય માટે ઈન્વેસ્ટ કરીને સારું એવું ફંડ બનાવી શકો છો. હવે વાત કરીએ તેમાં ઈન્વેસ્ટ કરવાની. હંમેશા તમારા મનમાં એવો સવાલ આવતો હશે કે બેંકોમાં ફિકસ્ડ ડિપોઝીટ કરવું સરળ છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડોમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું બહુ જ મુશ્કેલ છે. બેંક લગભગ દરેક ગલી-મહોલ્લામાં છે, પંરતુ મ્યુચ્યુઅલ ફંડ માટે ન તો એજન્ટ નજર આવે છે, ન તો તેની ઓફિસ પાસ-પડોશમાં હોય છે. ત્યારે આજે જાણી લો કે, કેવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડોમાં સરળતાથી ઈન્વેસ્ટ કરી શકાય છે.
કંપનીઓની વેબસાઈટ પરથી ડાયરેક્ટ ઈન્વેસ્ટ કરો
હવે લગભગ તમામ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પોતાની વેબસાઈટ દ્વારા ઈન્વેસ્ટર્સને ડાયરેક્ટ ઈન્વેસ્ટ કરવાની સુવિધા આપે છે. તમે તે વેબસાઈટના માધ્યમથી ઈન્વેસ્ટ કરી શકો છો. અથવા તો તેમની વેસબાઈટ પર જઈ શકો છો.
એજન્ટ દ્વારા ઈન્વેસ્ટ કરવું છે સરળ
એજન્ટના માધ્યમથી મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરવાની પ્રથા બહુ જ જૂની છે. તમે તમારી આસપાસ રહેલા મ્યુચ્યુઅલ એજન્ટને સંપર્ક કરી શકો છો. જો, તમને એજન્ટ સરળતાથી મળી નથી રહ્યા તો તમે એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ની વેબસાઈટ પરથી તમારી આજુબાજુના એજન્ટ્સ વિશે માહિતી મેળવી શકો છો. તેના માટે તમારે વેબસાઈટના ઈન્વેસ્ટ કોર્નર પર જવાનું રહેશે. ત્યાં એરિયાનું નામ, પિનકોડ વગેરે નાખીને એજન્ટની માહિતી મેળવી શકો છો.
વેબ પોર્ટલ દ્વારા ઈન્વેસ્ટ કરો
હવો તો અનેક એવો વેબ પોર્ટલ ઉપલ્બધ છે, જેના માધ્યમછી તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરી શકો છો. તમને આ પોર્ટલ પર તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે. KYCના તમામ ડોક્યુમેન્ટ્સ તે તમને મોકલી દેશે. આ બધા કામ માટે તમારે એક પણ રૂપિયાની ફી આપવાની રહેતી નથી. આવા પોર્ટલમાં fundsindia.com, fundssupermart.com વગેરે સામેલ છે.
ડિમેટ એકાઉન્ટ દ્વારા બહુ જ સરળ છે ઈન્વેસ્ટમેન્ટ
જો તમારી પાસે ડિમેટ એકાઉન્ટ છે, તો તમે મ્યુચ્યુઅલ ફંડોમાં બહુ જ સરળતાથી ઈન્વેસ્ટ કરી શકો છો. ડિમેટ એકાઉન્ટના માધ્યમથી તમે ન માત્ર મ્યુચ્યુ્લ ફંડ ખરીદી શકો છો, પરંતુ તમે તેને સરળતાથી વેચી પણ શકો છો. કેટલીક બેંક પણ મ્યુચ્યુઅલ ફંડની કોર્પોરેટ એજન્ટ્સ હોય છે. તેના માટે તમારી નજીકના બેંકનો સંપર્ક કરવાનો રહે છે.