નવી દિલ્હી: ઇલેક્ટ્રોનિક કંપની એલજી પોતાનો ફ્લૈગશિપ ફૈબલેટ એલજી વી40 થિંક રજૂ કરશે. આ 3 ઓક્ટોમ્બરે ન્યૂયોર્કમાં એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ત્યાર બાદ 4 ઓક્ટોમ્બરમાં આ ફૈબલેટને સિયોલમાં લોન્ચ કરવામાં આવશે, એલજી વી40 થિંક સ્માર્ટફોનની ખાસિયતોની વાત કરીએ તો આના ત્રણ રિયલ અને બે ફ્રંટ કેમેરા આપવામાં આવશે. એલજીના આ ફૈબલેટમાં 6.44 ઇંચની ડિસપ્લે આપવામાં આવશે. પરંતુ એ વાતની જાણકારી મળી નથી કે આ ફોનમાં સ્ક્રીનનું રીજોલ્યૂશન અને આસ્પેક્ટ રેશિયો શું છે. પરંતુ એ જાણકારી સામે આવી છે, કે એલજીનો આ ફોન કારમાઇન રેડ, મોરોકોન બ્લુ, અને પ્લેટિનિયમ ગ્રે કલરમાં ઉપ્લબ્ધ હશે. જ્યારે આ ફોનની પાછળની લાઇડમાં ફિન્ગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 ઓક્ટોમ્બરે લોન્ચ થયા બાદ થશે ડિઝાઇન અને સ્પેસિફિકેશન અંગેની જાણ  
એલજીએ અત્યાર સુધી આ સ્માર્ટફોન વિશેની કોઇ પણ જાણકારી આપી નથી. એલજી વી40 થિંકની કિંમત વિશે પણ કોઇ પ્રકારની જાણકારી સામે આવી નથી. જુલાઇ મહિનામાં સામે આવેલા મીડિયા રિપોર્ટ અનુસાર, આ મોબાઇલમાં 3 રિયલ કેમેરા હશે જેમાં 20 મેગાપિક્સલ, 16 મોગાપિક્સલ, અને 13 મેગાપિક્સલના ત્રણ સેન્સર હોઇ શકે છે, જેમાં એક પ્રાઇમરી લેન્સ, એક વાઇલ્ડ એંગલ લેન્સ અને ત્રીજો ટેલીફોટો સેન્સર લેન્સ હશે. 3ડી ઇફેક્ટ આપવા માટે ફન્ટ કેમેરામાં 2 સેલ્ફી કેમેરા લગાવામાં આવ્યા છે. 


એલજી વી40 થિંકની હશે આવી ખાસિયતો 
એલજી વી 40 થિંકમાં ક્લાલકોમ સ્નૈપડ્રૈગન 845 સાથે 6જીબી અને 8 જીબી રેમ હોઇ શકે છે. જેમાં જી7 થિંક જેવી નોચ વાળી ડિસપ્લેની ડીઝાઇન પણ હોઇ શકે છે.
આ મોબાઇલ 90 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયોની સાથે લોન્ચ થાય તેવી શક્યતાઓ છે, આ કંપનીમાં ક્લાડ ડીએસી ઓડિયો પ્રોદ્યોગિક પણ મળી શકે છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કે આ ફોન એન્ડ્રોઇડ 9.0 પાઇ પર ચાલશે.