LIC Bima Sakhi Scheme: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણ માટે 9 ડિસેમ્બર, 2024ના  LIC ની વીમા સખી યોજનાની શરૂઆત કરી હતી. 1 મહિનાની અંદર આ યોજનાને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 1 મહિનાની અંદર 50 હજારથી વધુ મહિલાઓએ ખુદ આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એલઆઈસીની વીમા સખી (LIC Bima Sakhi)યોજનાને 10 પાસ 18થી 70 વર્ષ સુધીની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઈરાદાથી તૈયાર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે LIC ની વીમા-સખી યોજના?
આ સ્કીમ હેઠળ ધોરણ 10 પાસ મહિલાઓને LIC એજન્ટ બનવાની સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેન્ડ વીમા સખી-મહિલાઓને પહેલા ત્રણ વર્ષ એલઆઈસી વેતન કે Stipend આવશે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ મહિલાઓ એલઆઈસી એજન્ટના રૂપમાં કામ કરી શકે છે. સ્થાનક હોવા પર એલઆઈસીમાં  Development Officer બનવાની તક મળશે.


14 હજાર મહિલાઓએ પોલિસી વેચી
એલઆઈસીએ નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાની શરૂઆતના એક મહિના પૂર્ણ થયા પછી, વીમા સખી માટે કુલ નોંધણીનો આંકડો 52,511 પર પહોંચી ગયો છે. તેમાંથી 27,695 વીમા સખીઓને પોલિસી વેચવા માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે અને 14,583 બીમા સખીઓએ પોલિસી વેચવાનું શરૂ કર્યું છે.


Post Office ની આ 6 સ્કીમ ભરી દેશે તમારી તિજોરી, મળશે શાનદાર રિટર્ન


આ લોકોને યોજનાનો લાભ નહીં મળે
હાલના એજન્ટો અથવા કર્મચારીઓના સંબંધીઓ MCA તરીકે ભરતી માટે પાત્ર રહેશે નહીં. સંબંધીઓમાં નીચેના પરિવારના સભ્યોનો સમાવેશ થશે - જીવનસાથી, બાળકો (આશ્રિત હોય કે ન હોય), દત્તક લીધેલા અને સાવકા બાળકો, માતા-પિતા, ભાઈઓ, બહેનો અને તાત્કાલિક સાસરિયાંઓ સહિત.
કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીઓ અથવા પુનઃનિમણૂક માંગતા ભૂતપૂર્વ એજન્ટોને MCA યોજના હેઠળ એજન્સી આપવામાં આવશે નહીં.
હાલના એજન્ટો એમસીએ તરીકે ભરતી માટે અરજી કરી શકતા નથી.


વીમા સખી યોજના- જરૂરી દસ્તાવેજ
અરજીપત્રક સાથે નીચેના દસ્તાવેજો જોડવાના રહેશે
વય પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલ
સરનામાના પુરાવાની સ્વ-પ્રમાણિત નકલ
શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલ