નવી દિલ્હીઃ ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીમાં ઘણા લોકો મોટું ફંડ બનાવવા માટે રોકાણ કરે છે. તો તેમાં રોકાણ કરવાથી જીવનમાં કંઈક દુર્ઘટના થવા પર પરિવારને એક સાથે રકમ મળી જાય છે, જેનો ઉપયોગ તે પોતાનું જીવન પસાર કરવા માટે કરે છે. પરંતુ ઘણા લોકો એલઆઈસીમાં રોકાણથી દૂર રહે છે કારણ કે તેને લાગે છે કે તેનું પ્રીમિયમ ખુબ વધુ છે. તેવામાં એલઆઈસીની જીવન આનંદ (Jeevan Anand Policy)નામની પોલિસી તમને પસંદ આવી શકે છે. આ પોલિસીની ખાસ વાત છે કે તેમાં તમે દરરોજ માત્ર 45 રૂપિયાનું રોકાણ કરી 25 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવન આનંદ પોલિસીની ખાસ વાત છે કે તેમાં અન્ય લાભ પણ મળે છે. પરંતુ આ એક પ્રકારે ટર્મ પોલિસી છે. આ પોલિસીમાં ચાર પ્રકારના રાઇડર્સ મળે છે. જેમાં એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, એક્સિડેન્ટ બેનિફિટ રાઇડર, ન્યૂ ટર્મ ઇન્સ્યોરન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઇડરનો સમાવેશ થાય છે. જો કોઈ કારણસર વીમાધારકનું મૃત્યુ થાય છે, તો નોમિનીને પોલિસીના મૃત્યુ લાભના 125 ટકા મળે છે. અહીં ધ્યાન રાખો કે આ પોલિસીમાં રોકાણ કરવા પર વીમા ધારકને કોઈ પ્રકારની ટેક્સ છૂટનો લાભ મળતો નથી. 


કઈ રીતે બનશે 45 રૂપિયાથી 25 લાખનું ફંડ
માની લો કે તમારી ઉંમર 30 વર્ષ છે. તમારે 5 લાખ રૂપિયાના સમ એશ્યોર્ડની આ પોલિસી લેવી પડશે. તેવામાં તમારે તેમાં 1341 રૂપિયા મહિનાનું પ્રીમિયમ આપવું પડશે. દરરોજ પ્રમાણે આ પ્રીમિયમ આશરે 45 રૂપિયા થશે. તેમાં તમારે 35 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. 35 વર્ષ બાદ તમને 25 લાખ રૂપિયા મળી જશે. આ 25 લાખ રૂપિયામાં 5 લાખ રૂપિયા સમ એશ્યોર્ડના, 8.50 લાખ રૂપિયા બોનસ અને આશરે 11.50 લાખ રૂપિયા ફાઇનલ એડિશનલ બોનસના રૂપમાં મળશે. આ પ્રકારે કુલ 25 લાખ રૂપિયા મળશે. 


આ પણ વાંચોઃ ₹5,00,000 ને ₹15,00,000 બનાવી દેશે આ સ્કીમ, બસ સમજી લો આ ટ્રિક


આ પોલિસીમાં બીજા કયાં ફાયદા મળશે?
તેમાં પોલિસી ધારકને ઓછામાં ઓછા 6.25 લાખ રૂપિયાનું રિસ્ક કવર મળશે.
તે વધીને 30 લાખ રૂપિયા સુધી થઈ શકે છે.
તેમાં મેચ્યોરિટી પીરિયડ 15થી 35 વર્ષ છે. તમે તમારી સુવિધા અનુસાર મેચ્યોરિટી પીરિયડને પસંદ કરી શકો છો. 
આ પોલિસીમાં બે વખત બોનસ આપવામાં આવે છે, પરંતુ તે માટે તમારી પોલિસી 15 વર્ષ થવી જરૂરી છે.
તેમાં ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ હોય છે. મહત્તમની કોઈ મર્યાદા નથી. 
આ પોલિસીમાં રોકાણ કરવા પર ઇનકમ ટેક્સ છૂટનો લાભ મળતો નથી.