નવી દિલ્હીઃ ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીએ પાછલા મહિને ઘણી સ્કીમ લોન્ચ કરી હતી. આ સ્કીમ એલઆઈસી જીવન ઉત્સવ (LIC Jeevan Utsav)છે. આ સ્કીમમાં પોલિસીધારકને જીવનભર વીમાનું કવરેજ મળે છે. સાથે જીવનભર ગેરેન્ટેડ રિટર્ન મળે છે. આ એક નોન-લિંક્ડ, નો-પાર્ટિસિપેટિંગ, ઈન્ડિવિઝ્યુઅલ સેવિંગ્સ અને ફુલ વીમા સ્કીમ છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં, પસંદ કરેલ પ્રીમિયમ ચુકવણીની મુદત (નિયમિત આવકથી ફ્લેક્સી આવક)ના આધારે, અમુક વર્ષો પછી દર વર્ષે 10% એશ્યોર્ડ પરત કરવામાં આવે છે. LICએ X પર લખ્યું હતું કે, 'LIC જીવન ઉત્સવ નામની નવી યોજના શરૂ કરવામાં આવી છે. આમાં, ગ્રાહકોને આજીવન ગેરંટી વળતર મળશે. તમને સંપૂર્ણ જીવન વીમાનો લાભ પણ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળભૂત વીમા રકમ કેટલી છે?
LIC જીવન ઉત્સવમાં લઘુત્તમ મૂળભૂત વીમા રકમ 5 લાખ રૂપિયા છે. જો કે, મહત્તમ મૂળભૂત વીમા રકમ પર કોઈ મર્યાદા નથી. આ પોલિસી 5 થી 16 વર્ષની મર્યાદિત પ્રીમિયમ ચુકવણીની મુદત ધરાવે છે. લાઈફ ટાઈમ રિટર્ન મેળવવાની સુવિધા પણ છે. આ પ્લાન માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ છે અને મહત્તમ પ્રીમિયમ એક્સપાયરી ઉંમર 75 વર્ષ છે. જ્યારે કવર શરૂ થાય ત્યારે પોલિસીધારકે બે વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય છે. વિકલ્પ I - નિયમિત આવક લાભ. વિકલ્પ II - ફ્લેક્સી આવક લાભ. આ વિકલ્પોના વિવિધ ફાયદા છે. આ યોજનામાં કોઈ પાકતી મુદતનો લાભ નથી.


આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે આ આઈપીઓ, ક્રિસમસ બાદ થશે ઓપન, જાણો વિગત


કેટલું મળે છે વ્યાજ
એલઆઈસી delayed અને cumulative ફ્લેક્સી ઇનકમ બેનિફિટ્સ પર 5.5% વાર્ષિક દરથી વ્યાજની ચુકવણી કરશે. તેની ગણતરી ઉપાડ, સરેન્ડર કે મૃત્યુની તારીખ સુધી, જે પહેલા હોય, પૂરા મહિના માટે વાર્ષિક આધાર પર થશે. તો લેખિત અરજી પર એક પોલિસીધારક 75 ટકા સુધી રકમ ઉપાડી શકે છે, જેમાં વ્યાજ પણ સામેલ છે. એલઆઈસીની આ સ્કીમમાં આજીવન વીમા કવર મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube