HMPV: શું છે આ ખતરનાક વાયરસ, કઈ-કઈ સાવચેતી રાખવી જરૂરી... જાણો AtoZ માહિતી
HMPV: કોરોના.. એક એવો વાયરસ જેના ઘાતક હુમલાથી હજુ પણ દુનિયા બહાર નથી.. કોવિડ-19 નામની બીમારીથી દુનિયા હજુ પરેશાન થઈ રહી છે ત્યાં વધુ એક ચીની વાયરસ કહેર મચાવવા માટે તૈયાર થઈ ગયો છે.. જી હાં, રાજ્યમાં વધુ એક ચીની વાયરસની એન્ટ્રી થઈ છે જેના કારણે દેશનું અને ખાસ કરીને ગુજરાતનું સ્વાસ્થ્ય મંત્રાલય હરકતમાં આવી ગયું છે.. શું છે એ ખતરનાક વાયરસ અને શું સાવચેતી રાખવી જરૂરી છે,, જુઓ આ રિપોર્ટમાં..
ગુજરાતમાં HMPV વાઇરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે.. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે, જોકે બાળકની તબિયત સ્થિર છે.. કોઈ ગભરાવા જેવું નથી, સામાન્ય શરદી, ઉધરસ અને તાવ હોય એવાં લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે..
અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં સામે આવેલા 2 મહિનાના બાળકના HMPVના કેસ અંગે મોડી જાણ કરતા AMCએ હોસ્પિટલના સંચાલકોને નોટિસ આપી ખુલાસો કરવા જણાવ્યું છે.. 24 ડિસેમ્બરના રોજ બાળક દાખલ થયું હતું અને 26 ડિસેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
HMPV વાઇરસને લઈ ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે.. રાજ્યમાં વિદેશથી આવનારા માટે હ્યુમન મેટાન્યૂમોવાઇરસની એડવાઇઝરી જાહેર કરાશે.. આ ઉપરાંત RTPCR ટેસ્ટની કિટ ખરીદવા હોસ્પિટલોને સૂચના પણ આપી દીધી છે.. આ ઉપરાંત અમદાવાદ સિવિલમાં HMPV વાઇરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે.. બાળરોગ વિભાગને આ અંગે તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે.
આ વાઇરસથી ઇન્ફેક્શન થાય તો તેમાં દર્દીને શરદી, ખાંસી, તાવ સહિતનાં લક્ષણો જોવા મળશે. જે અગાઉમાં પણ જોવા મળતા હતા.એક વખત વાઇરસ ડિટેક્ટ થાય પછી તેના માટે કોઈ વેક્સિન કે દવા નથી. પરંતુ જે લક્ષણો હોય શરદી ખાંસી તેની દવા આપવાની હોય છે.
આ વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરે છે.. જો કે, તેની અસર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને વૃદ્ધો પર પણ નોંધવામાં આવી છે.. આ વાયરસના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ અને કફની ફરિયાદ થઈ શકે છે.. વધુ ગંભીર કિસ્સાઓમાં, ગળા અને શ્વસન માર્ગમાં અવરોધને કારણે લોકોના મોંમાંથી સીટીનો અવાજ પણ સંભળાય છે.. કેટલાક વધુ ગંભીર કિસ્સાઓમાં, આ વાયરસ લોકોને ફેફસામાં ઓક્સિજન વહન કરતી નળીઓની બળતરા અને ન્યુમોનિયાથી પીડાય છે.. આ કારણે ચેપગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે..
કોરોના જેવા લક્ષણ અને કોરોના જેવી જ બીમારી હોવાના કારણે સારવાર પણ એક જ જેવી છે પરંતુ, આ વાયરસથી ડરવાની નહીં સાવચેત રહેવાની જરૂર છે..
Trending Photos