જો તમારી પાસે LICની પોલિસી હોય તો બધુ કામ છોડીને આ વાંચી લેજો, આવ્યા છે મોટા ન્યૂઝ
જો તમે LICના પોલિસી હોલ્ડર છો, તો આ ખબર તમારા માટે જ છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર મળી રહ્યા છે કે, 30 નવેમ્બરથી LICની અનેક પોલિસી બંધ થઈ રહી છે. હકીકતમા આ સમાચાર સત્ય હકીકત છે. IRDAની લાઈફ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટની નવી ગાઈડલાઈન્સને પગલે LICને પોતાની જૂની પોલિસીઓ બંધ કરવી પડી રહી છે. જોકે, આવામાં જૂની પોલિસીના કે તેની પોલિસી બેનિફીટમાં કોઈ પ્રકારના બદલાવ નહિ આવે.
નવી દિલ્હી :જો તમે LICના પોલિસી હોલ્ડર છો, તો આ ખબર તમારા માટે જ છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર મળી રહ્યા છે કે, 30 નવેમ્બરથી LICની અનેક પોલિસી બંધ થઈ રહી છે. હકીકતમા આ સમાચાર સત્ય હકીકત છે. IRDAની લાઈફ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટની નવી ગાઈડલાઈન્સને પગલે LICને પોતાની જૂની પોલિસીઓ બંધ કરવી પડી રહી છે. જોકે, આવામાં જૂની પોલિસીના કે તેની પોલિસી બેનિફીટમાં કોઈ પ્રકારના બદલાવ નહિ આવે.
અમેરિકામાં સ્ટોર પર કામ કરતા 2 ગુજરાતી યુવકોએ અશ્વેત લૂંટારુઓને પડકાર્યા, અંતે મોતને ભેટ્યા
1 ડિસેમ્બરથી આવશે નવી પોલિસી
IRDAની લાઈફ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટની નવી ગાઈડલાઈસન્સ અંતર્ગત એલઆઈસી પોતાની જૂની પોલિસીઓને બંધ કરીને 1 ડિસેમ્બરથી કેટલીક નવી પોલિસી લાવશે.
સસ્તામાં તાજમહેલના દિદાર કરવાનો નવો મોકો મળ્યો મુસાફરોને, એ પણ ચાંદની રાતમાં
બંધ થઈ શકે છે આ પોલિસી
એલઆઈસી 30 નવેમ્બરથી જીવન લાભ, જીવન આનંદ અને જીવન ઉમંગ જેવા પોપ્યુલર પ્રોડક્ટ બંધ કરી શકે છે. એલઆઈસીના અનુસાર, કંપનીની પ્રોડક્ટના બૂકેમાં કોઈ પ્રકાની ઉણપ નહિ આવે. ગ્રાહકોને વધુ સારી ઉત્કૃષ્ઠ અને સારા વિકલ્પ મળી શકશે.
વધુ રિટર્નવાળા પ્રોડક્ટમાં ઉણપ આવશે
એલઆઈસીના કેટલાક એવા પ્રોડક્ટ છે, જે વધુ રિટર્ન અને વધુ બોનસ આપે છે. તેમાં કેટલાક ચેન્જિસ આવી શકે છે. જોકે, એલઆઈસીનું કહેવું છે કે, ચેન્જિસ બાદ ગ્રાહકોને વધુ સારા વિકલ્પો ઉપલબ્ધ કરાવશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube