આ પોલિસીમાં રોજ ભરો 45 રૂપિયા; મૈચ્યોરિટી પર મળશે 25 લાખ, જાણો અન્ય કયા લાભ મળશે?
LIC Policy: ટર્મ પોલિસીમાં માત્ર બોનસ અને મૃત્યુ લાભનો સમાવેશ થતો નથી, પરંતુ એડિશનલ રાઇડર પણ આપવામાં આવશે. આ સિવાય આ પોલિસી રોકાણકારોને ફ્લેક્સિબલ પ્રીમિયમ પેમેન્ટનો વિકલ્પ આપે છે. પોલિસી ધારક આ પોલિસી બે વર્ષ પછી સરન્ડર પણ કરી શકે છે.
LIC Policy: LICની જીવન આનંદ પોલિસી એ લાઇફ એન્ડોમેન્ટ પ્લાન છે જે પોલિસી ધારકોને વિવિધ લાભો પ્રદાન કરે છે. LICની યોજના એ પણ સુનિશ્ચિત કરે છે કે તે પ્રીમિયમ ચુકવણીની મુદત પૂર્ણ થયા પછી પણ વીમા કવચ પૂરું પાડે છે. આ પોલિસીમાં દરરોજ માત્ર 45 રૂપિયાનું પ્રીમિયમ જમા કરીને પોલિસી ધારક 35 વર્ષમાં 25 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. આ ટર્મ પોલિસી માત્ર બોનસ અને મૃત્યુ લાભોને આવરી લેતી નથી, પરંતુ વધારાની સુરક્ષા માટે અકસ્માત મૃત્યુ અને ડિસેબિલિટી રાઇડર જેવા વધારાના લાભો પણ ધરાવે છે. આ ઉપરાત પોલિસી ફ્લેક્સિબલ પ્રીમિયમ પેમેન્ટનો વિકલ્પો પ્રદાન કરે છે અને બે વર્ષ પછી પોલિસીના સરન્ડર કરવાની પણ મંજૂરી આપે છે.
જો પોલિસી ધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેને પોલિસી હેઠળ 5 લાખ રૂપિયા સુધીનું વધારાનું કવર પણ મળે છે. આ ઉપરાંત જો પોલિસી ધારક અકસ્માતને કારણે અક્ષમ થઈ જાય છે, તો એલઆઈસી આ યોજના હેઠળ હપ્તામાં વીમાની રકમ ચૂકવીને પોલિસી ધારકને રાહત આપવાનો પ્રયાસ કરે છે, જેથી તેની દૈનિક જરૂરિયાતો પૂરી થઈ શકે. ખાસ વાત એ છે કે LIC જીવન આનંદ હેઠળ આપવામાં આવતા આ તમામ વધારાના લાભો માટે LIC દ્વારા કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી.
SBI સહિત આ 10 મોટી બેન્કોમાં FD પર મળી રહ્યું છે 8.30% સુધીનું જબરદસ્ત વ્યાજ, જાણો
LIC જીવન આનંદ યોજનાની વિશેષતાઓ
- LICની આ પોલિસી વીમાની રકમ અને વધારાનું બોનસ આપે છે. જીવતા રહેવા પર મૈચ્યોરિટી બેનિફિટનું પેમેન્ટ કરવામાં આવે છે અને પોલિસી એક્ટિવ રહે છે.
- પોલિસી ધારકના મૃત્યુ પછી સમ એશ્યોર્ડ નોમિનેટિડ વ્યક્તિને મળે છે નોમિનલ અમાઉન્ટની સાથે વધારાના ટોપ-અપ કવરનો વિકલ્પ સામેલ છે.
- પસંદ કરેલ સમયગાળાના અંતે એક સાથે રકમ આપવામાં આવે છે. 18 થી 50 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ પ્લાનમાં રોકાણ કરી શકે છે.
- આ યોજનાની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 50 વર્ષ છે. પોલિસીનો સમયગાળો 15 થી 35 વર્ષનો છે અને બેઝ એશ્યોર્ડ રકમ 1,00,000 રૂપિયા છે.
- દર વર્ષે આ પ્લાનમાં 2 ટકા ડિસ્કાઉન્ટની છૂટ મળે છે અને અર્ધવાર્ષિક 1 ટકા ડિસ્કાઉન્ટની છૂટ આપવામાં આવે છે. LICના આ પ્લાનમાં 3 વર્ષ પછી લોનની સુવિધા પણ મળે છે.
IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર,ઈજા બાદ આ બેટ્સમેનની વાપસી
આ પ્લાનમાં બે બોનસનો સમાવેશ
આ પોલિસી દર મહિને 1,358 રૂપિયા જમા કરીને 35 વર્ષમાં 25 લાખ રૂપિયા જમા કરવાની તક આપે છે. આનો અર્થ એ છે કે તમારે દરરોજ 45 રૂપિયા જમા કરાવવા પડશે. આનો અર્થ એ છે કે તમારે 15 થી 35 વર્ષની વચ્ચે લાંબા સમય સુધી રોકાણ કરવું પડશે. આ પ્લાનમાં બે બોનસનો સમાવેશ થાય છે, જેમાં 35 વર્ષ પછી કુલ રૂ. 5,70,500ની ડિપોઝીટ અને રૂ. 5 લાખની મૂળભૂત વીમા રકમનો સમાવેશ થાય છે. મૈચ્યોરિટી પર પોલિસી ધારકને જમા રકમ ઉપરાંત રૂ. 8.60 લાખનું રિવાઇઝર બોનસ અને રૂ. 11.50 લાખનું અંતિમ બોનસ મળે છે. આ બોનસ મેળવવા માટે પોલિસી ધારકે ઓછામાં ઓછા 15 વર્ષ માટે રોકાણ કરવું પડશે.
આ પ્લાનમાં અન્ય ક્યા લાભો મળે છે?
આ ઉપરાંત પોલિસી એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, એક્સિડેન્ટલ બેનિફિટ રાઇડર, ન્યૂ ટર્મ ઇન્શ્યોરન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઇડર જેવા લાભો પ્રદાન કરે છે. પોલિસી ધારકના મૃત્યુના કિસ્સામાં નોમિનેટિડ વ્યક્તિને ઋણ લાભના 125 ટકા મળે છે. આ પોલિસીમાં તમને ટેક્સમાં છૂટ મળતી નથી.