IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, ઈજા બાદ સ્ટાર બેટ્સમેનની વાપસી

IND vs AUS 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ 22 નવેમ્બરથી શરૂ થશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયામાં સતત ટેન્શનના ઘણા સમાચારો સામે આવ્યા છે. સ્ટાર બેટ્સમેન શુભમન ગિલના અંગૂઠામાં ઈજા થઈ છે અને તેના માટે પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે.

IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, ઈજા બાદ સ્ટાર બેટ્સમેનની વાપસી

IND vs AUS 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ 22 નવેમ્બરથી શરૂ થશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયામાં સતત ટેન્સનના ઘણા અહેવાલો સામે આવ્યા છે. સ્ટાર બેટ્સમેન શુભમન ગિલના અંગૂઠામાં ઈજા થઈ છે અને તેના માટે પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા પ્રથમ મેચ નહીં રમે. તેમની પત્ની રિતિકાએ એક પુત્રને જન્મ આપ્યો છે. બે મહત્વના ખેલાડીઓની ગેરહાજરીને કારણે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયો છે. આનાથી ટીમ મેનેજમેન્ટ પરેશાન થયું.

ઇશ્વરન સાથે પેક્ટિસ કરી રહ્યો છે રાહુલ
હવે પર્થથી એક સારા સમાચાર આવ્યા છે કે રાહુલ ફિટ થઈ ગયો છે. તે રવિવારે પ્રેક્ટિસ ફિલ્ડમાં આવ્યો હતો. તેમણે નેટમાં ઘણો સમય વિતાવ્યો છે. બે દિવસ પહેલા કોણીમાં ઈજાગ્રસ્ત થયેલ રાહુલે ફરી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી છે. કેએલ રાહુલ પર્થમાં અભિમન્યુ ઇશ્વરન સાથે સતત પ્રક્ટિસ કરી રહ્યો છે. તેમાંથી કોઈપણ પ્રથમ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે.

— Bharat Sundaresan (@beastieboy07) November 17, 2024

ગિલ કેવી રીતે ઈજાગ્રસ્ત થયો?
ઈન્ટ્રા-સ્કવાડ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો અને તપાસ બાદ જાણવા મળ્યું હતું કે તેના ડાબા અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. સામાન્ય રીતે અંગૂઠાના ફ્રેક્ચરને સાજા થવામાં લગભગ 14 દિવસનો સમય લાગે છે. આ પછી ખેલાડી ફરીથી નેટ પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. એડિલેડમાં બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહી હોવાથી ગિલ તે મેચ માટે સમયસર ફિટ થઈ જાય તેવી શક્યતા છે.

શું ભારત Aના ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકાય?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ભારતીય ટીમ મેનેજમેન્ટ સાઈ સુદર્શન અને દેવદત્ત પડિકલને ટીમમાં સામેલ કરવા પર વિચાર કરી રહી છે. બન્ને ખેલાડીઓએ તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, સુદર્શને ઓસ્ટ્રેલિયા A સામે શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. તેમણે ઈન્ટ્રા-સ્કવાડ મેચમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. પર્થ ટેસ્ટ માટે ટીમ મેનેજમેન્ટ કયા ખેલાડીની પસંદગી કરે છે તે જોવું રસપ્રદ રહેશે. આ ત્રણેય ખેલાડીઓ ટીમ માટે સારો વિકલ્પ બની શકે છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા. મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.

રિઝર્વ: મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.

પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ અને મિશેલ સ્ટાર્ક.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news