નવી દિલ્હીઃ ભારતના સૌથી મોટા આઈપીઓનું સબ્સક્રિપ્શન સોમવારે 9 મે 2022ના બંધ થઈ ગયું છે. હવે ભારતની સૌથી મોટી વીમા કંપનીમાં રોકાણ કરનારની નજર શેરના એલોટમેન્ટ અને અનાઉસમેન્ટ પર ટકેલી છે. એલઆઈસી 12 મેએ શેર એલોટમેન્ટ કરી શકે છે. આ વચ્ચે ગ્રે માર્કેટમાં એલઆઈસીના આઈપીઓનું પ્રીમિયમ સતત ઘટી રહ્યું છે. બજાર જાણકારો પ્રમાણે એલઆઈસીના શેર બુધવારે ગ્રે માર્કેટમાં 8 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર છે. એટલે કે વીમા કંપનીનો શેર પ્રાઇઝ બેન્ડથી 8 રૂપિયા નીચે આવી ગયો છે. ગ્રે માર્કેટમાં ચાલી રહેલા રેટ્સથી માહિતી મળી છે કે એલઆઈસીનો શેર પ્રાઇઝ બેન્ડથી નીચે લિસ્ટ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેડ ઝોનમાં આવી ગયું એલઆઈસીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ
માર્કેટ પર નજર રાખતા લોકોનું કહેવું છે કે સેકેન્ડરી માર્કેટમાં નબળા સમીકરણને કારણે છેલ્લા એક સપ્તાહમાં એલઆઈસીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટી રહ્યું છે અને રેડ ઝોનમાં પહોંચી ગયું છે. બુધવારે ગ્રે માર્કેટમાં એલઆઈસીનો આઈપીઓ 8 રૂપિયા માઇનસમાં પહોંચી ગયો છે. બુધવારે એલઆઈસીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 33 રૂપિયા ઘટી ગયું છે. મંગળવારે ગ્રે માર્કેટમાં વીમા કંપનીના આઈપીઓનું પ્રીમિયમ 25 રૂપિયા હતું. 


આ પણ વાંચોઃ HDFC બાદ હવે સરકારી બેંકનો ગ્રાહકોને ઝટકો, આવતીકાલથી લાગૂ થશે આ નિયમ


92 રૂપિયા માઇનસમાં પહોંચી ગયો ભાવ
વીમા કંપની એલઆઈસીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે શરૂ થયો તે પહેલા ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ 92 રૂપિયા હતું. પરંતુ ગ્લોબલ માર્કેટમાં સેન્ટીમેન્ટ નેગેટિવ થવાને કારણે તેનું પ્રીમિયમ સતત ઘટી રહ્યું છે. ગ્રે માર્કેટમાં ડિસ્કાઉન્ટનો અર્થ છે કે વીમા કંપનીના શેર એલોટમેન્ટ કિંમતથી નીચે લિસ્ટ થઈ શકે છે. જો એલઆઈસીના શેર 949 રૂપિયાની અપર બેન્ડ પર અલોટ થાય તો આજના ડિસ્કાઉન્ટના હિસાબથી શેર સ્ટોક એક્સચેન્જમાં 941 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. આ આઈપીઓનું 2.95 ગણું સબ્સક્રિપ્શન થયું હતું. તેના રિટેલ પોર્શનનું 1.99 ગણુ સબ્સક્રિપ્શન થયું હતું. તો એલઆઈસીના પોલિસીધારકોનોકોટા 6.12ગણો સબ્સક્રાઇબ થયો હતો. જ્યારે કર્મચારીઓનોકોટા 4.40 ગણો સબ્સક્રાઇબ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube