નવી દિલ્હીઃ જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. માર્કેટ એનાલિસ્ટ માનવ જયસ્વાલે દેશની સૌથી મોટી વીમા કંપની પર દાવ લગાવવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે એલઆઈસીના શેરમાં લોન્ગ ટર્મમાં તેજી આવવાની આશા છે. તેમણે આ શેર માટે 1300 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. વર્તમાન કિંમતથી તે 40 ટકા કરતા વધુ છે. નોંધનીય છે કે 28 માર્ચે LIC નો શેર 2.75 ટકાની તેજીની સાથે 917 રૂપિયા પર બંધ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ તેમનું કહેવું છે કે આ સ્ટોકનું નિચલું સ્તર શું હશે તે વિશે અત્યારે કંઈ કહી શકાય નહીં. જયસ્વાલે તે પણ કહ્યું કે ઈન્વેસ્ટરોએ 200 દિવસના DMA પર બહાર નિકળી જવું ડોઈએ. ડીએમએનો મતલબ ડે મૂવિંગ એવરેજ છે. 200 ડીએમએનો અર્થ છે 200 દિવસની ડે મૂવિંગ એવરેજ. તેનાથી ટ્રેડર્સને લાંબા ગાળામાં તે જાણકારી મળે છે કે 200 દિવસ બાદ શેરની એવરેજ ક્લોઝિંગ પ્રાઇઝ શું હશે. એલઆઈસીના શેરનો 200-ડે ડીએમએ 790 રૂપિયા છે. તેનો મતલબ છે કે જો શેર 790 રૂપિયા નીચે જાય તો ઈન્વેસ્ટરોએ બહાર નિકળી જવું જોઈએ.


1175 રૂપિયા સુધી પહોંચ્યો હતો ભાવ
એલઆઈસીનો શેર પાછલા મહિને 9 ફેબ્રુઆરીએ 52 સપ્તાહના હાઈ 1175 રૂપિયા પર પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ તે તૂટીને 904 રૂપિયા પર પહોંચ્યો હતો. ફરી શેરમાં તેજી જોવા મળી અને આજે 917 રૂપિયા પર બંધ થયો છે. બ્રોકરેજ એપ ગ્રો પર 69 ટકા એક્સપર્ટ આ શેરને ખરીદવાની સલાહ આપી રહ્યાં છે. આ શેરનો 52 સપ્તાહનો લો 530 રૂપિયા છે.


આ પણ વાંચોઃ મુકેશ અંબાણીના બેસ્ટ ફ્રેન્ડ, દોસ્તી એવી છે કે તે પોતાનો બિઝનેસ છોડીને કરે છે કામ


કંપનીની નાણાકીય સ્થિતિ
સીએનબીસી પર પ્રકાશિત એક સમાચાર અનુસાર આ કંપનીની નાણાકીય સ્થિતિમાં સુધાર હોવાથી શેરમાં તેજી આવવાની આશા છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં કંપનીની આવક 2.14 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 2.03 લાખ કરોડ રૂપિયા હતી. નફાની વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો 8030 કરોડ રૂપિયા હતો, જે ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને 9469 કરોડ રૂપિયા પહોંચી ગયો હતો.


(Disclaimer: અહીં માત્ર શેરની માહિતી આપવામાં આવી છે. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ જરૂર લો)