નવી દિલ્હી: ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)એ મંગળવારે દિલ્હી હાઇ કોર્ટમાં કહ્યું હતું કે, આઇડીબીઆઇ બેન્કમાં 51 ટકાની ભાગીદારી કરવા માંગે છે. વીમા કંપનીએ કહ્યું કે તેઓ વર્ષ 2000થી બેન્કિંગ સિસ્ટમ શરૂ કરવા પર વિચાર કરી રહ્યા છે. એલઆઇસીએ હાઇ કોર્ટના જજ વિભૂ બાખરૂને જણાવ્યું હતું કે તેમની પોતાની બેન્ક હોય તે માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા છે. પરંતુ તેમના આ પ્રયાસો સફળ થયા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલઆઇસી તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે કંપનીએ બેન્કિંગ લાયસન્સ માટે આવેદન પણ આપ્યું હતું. કોર્ટે એલઆઇસીને પૂછ્યું કે આ રોકાણના કારણે જો નુકસાન થાય છે, તો તેમની પોલિસીઓ અંર્તગત ગ્રાહકોને બોનસ કેવી રીતે આપી શકશે અને સાથે કોર્ટે એ પણ પૂછ્યું કે શું કેન્દ્ર સરકાર ફાયદો થવાની ગેરેન્ટી આપી રહ્યું છે.


એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું હતું કે એલઆઇસીના પોલિસીધારકોને નુકસાનને લઇ ચિંતા કરવાની જરૂર નથી કેમકે સરકાર તેમના દાવો-રોકાણનું ધ્યાન રખશે.


વધુમાં કોર્ટે પૂછ્યું હતું કે, બોનસ જાહેર કરવા માટે તમારે કેટલો ફાયદો થયો તે જાહેર કરવો પડશે. શું સરકાર તમને ફાયદો થવાની ગેરેન્ટી માટે વચન આપી રહી છે? તે સાથે કોર્ટે આ કેસની સુનાવણી 12 સ્પ્ટેમ્બરે કરવાનું નક્કી કર્યું છે.


આ મુદ્દે ઓલ ઇન્ડિયા આઇડીબીઆઇ ઓફિસર્સ એસોસિયેસનની તરફથી એડવોકેટ પ્રશાંત ભૂષણ હાજર રહ્યા હતા. એસોસિયેસને આઇડીબીઆઇ બેન્કમાં એલઆઇસી દ્વારા 51 ટકા હિસ્સાના સંપાદનને પડકાર્યો છે.
(ઇનપુટ-ભાષા)