નવી દિલ્હીઃ ભારતીય વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી આઈપીઓ) ની રાહ જોઈ રહેલાં લોકો માટે સારા સમાચાર છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે એલઆઈસીનો આઈપીઓ આગામી મહિને એટલે કે મેમાં લોન્ચ થશે. આ આઈપીઓ દ્વારા સરકાર 50,000 કરોડ રૂપિયા ભેગા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે સરકારની પાસે બજાર નિયામક સેબીની પાસે નવા દસ્તાવેજ દાખલ કર્યા વગર આઈપીઓ લોન્ચ કરવા માટે 12 મે સુધીનો સમય છે. જો આ ડેડલાઇન સુધી આઈપીઓ લોન્ચ ન થાય તો બીજીવાર ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે. 


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર આઈપીઓ દ્વારા એલઆઈસીમાં 8 ટકા ભાગીદારી વેચવા પર ચર્ચા કરી રહી છે. જો આમ થાય તો એલઆઈસી આઈપીઓ ભારતીય શેર બજારના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. અત્યાર સુધી 2021માં પેટીએમના આઈપીઓ દ્વારા ભેગી કરેલી રકમ સૌથી વધુ હતી. પેટીએમે આઈપીઓ દ્વારા 18,300 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. ત્યારબાદ કોલ ઈન્ડિયા (2010) ના આઈપીઓથી લગભગ 15500 કરોડ રૂપિયા અને રિલાયન્સ પાવર (2008) થી 11700 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા. 


Zomato અને Swiggy સામે તપાસના આદેશ, જાણો શું છે બમ્પર ડિસ્કાઉન્ટનો ખેલ!


રિલાયન્સ-ટીસીએસને ટક્કરઃ તો એકવાર લિસ્ટિંગ થયા બાદ એલઆઈસીનું માર્કેટ કેપિટલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ જેવી ટોપની કંપની બરાબર હશે. તમને જણાવી દઈએ કે રિલાયન્સનું માર્કેટ કેપિટલ 18 લાખ કરોડ રૂપિયાના સ્તર પર છે. ટીસીએસનું માર્કેટ કેપિટલ આશરે 14 લાખ કરોડ રૂપિયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube