નવી દિલ્હીઃ આજના સમયમાં ઈન્વેસ્ટમેન્ટ મોટા ભાગના લોકો કરે છે, કારણ કે રોકાણ જ સાચી રીત છે, જેના દ્વારા તમે તમારા ફંડમાં ઝડપથી વધારો કરી શકો છો. દરેક વ્યક્તિ પોતાની આવક જોઈને રોકાણનો વિકલ્પ પસંદ કરે છે. જો તમે કોઈ એવા વિકલ્પની શોધમાં છો, જ્યાં તમને ઓછા સમયમાં સારૂ રિટર્ન મળે તો અમે તમને જણાવી રહ્યાં છીએ ઈન્વેસ્ટમેન્ટના તે પાંચ વિકલ્પ જે માત્ર 5 વર્ષમાં તમારી રકમ પર સારૂ રિટર્ન આપી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ
જો તમે એક સાથે પૈસા જમા કરાવવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટનો વિકલ્પ પસંદ કરી શકો છો. પોસ્ટ ઓફિસ એફડીમાં તમે 1, 2, 3 અને 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. જો તમારે સારૂ રિટર્ન જોઈએ તો પાંચ વર્ષ માટે રોકાણ કરો. પોસ્ટ ઓફિસમાં 5 વર્ષના રોકાણ પર તમને 7.5 ટકાના દરે વ્યાજ મળશે. જો તમે પાંચ વર્ષ માટે 2 લાખ રૂપિયાની એફડી કરાવો છો તો તમને 2,89,990 રૂપિયા મેચ્યોરિટી પર મળશે. આ રીતે રકમ પ્રમાણે તમને પાંચ વર્ષમાં સારૂ રિટર્ન મળી શકે છે. 


આ પણ વાંચોઃ ₹398 નો શેર ₹2592 પર આવી ગયો, ઈન્વેસ્ટરો ગદગદ, જૂન ક્વાર્ટરમાં વધી ગયો કંપનીનો નફો


નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી લોક-ઇન પીરિયડ હોય છે એટલે કે ઈન્વેસ્ટરો પાંચ વર્ષ બાદ પૈસા ઉપાડી શકશે. એનએસસીમાં રોકાણ એકદમ સુરક્ષિત છે. તેમાં વાર્ષિક આધાર પર વ્યાજનું કમ્પાઉન્ડિંગ થાય છે અને ગેરેન્ટેડ રિટર્ન મળે છે. વર્તમાન સમયમાં 7.7 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. રોકાણ માટે કોઈ મર્યાદા નથી. માની લો કે તમે 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 7.7 ટકાના દરે તમને મેચ્યોરિટી પર  2,89,807 રૂપિયા મળશે.


રિકરિંગ ડિપોઝિટ
જો તમે દર મહિને જમા કરાવવાની સ્કીમ શોધી રહ્યા છો, તો તમે રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પસંદ કરી શકો છો. તમે બેન્ક કે પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં આરડી ખોલી શકો છો. તમે તેને બેંકમાં 1, 2, 3, 4 અથવા 5 વર્ષ માટે ખોલી શકો છો, પરંતુ પોસ્ટ ઓફિસમાં તમારે ઓછામાં ઓછા 5 વર્ષ માટે આરડી ખાતું ખોલાવવું પડશે. મેચ્યોરિટી બાદ તમને વ્યાજની સાથે પૈસા પણ મળશે. આરડીમાં તમારે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવવી પડે છે, જેના પર તમને વ્યાજ મળે છે. વિવિધ બેંકોમાં તેનો વ્યાજ દર અલગ-અલગ છે, પરંતુ તમને પોસ્ટ ઓફિસમાં RD પર 6.5% વ્યાજ મળશે. જો તમે પોસ્ટ ઓફિસ આરડીમાં દર મહિને રૂ. 5000નું રોકાણ કરો છો, તો તમે 5 વર્ષમાં કુલ રૂ. 3,00,000નું રોકાણ કરશો. વર્તમાન વ્યાજ દરો અનુસાર, તમને પાકતી મુદત પર 3,54,957 રૂપિયા મળશે.


આ પણ વાંચોઃ ગજબની છે આ 4 સરકારી રિટાયરમેન્ટ સ્કીમ, મળશે 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન


મ્યૂચુઅલ ફંડ
જો તમે થોડુ જોખમ લેવા ઈચ્છો છો તો એસઆઈપી દ્વારા મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તેમાં ફિક્સ રિટર્ન હોતું નથી, પરંતુ એક્સપર્ટનું માનવું છે કે સામાન્ય રીતે 12% ના દરે એવરેજ રિટર્ન મળે છે. તેવામાં જો તમે દર મહિને 5 હજાર રૂપિયા પાંચ વર્ષ માટે રોકાણ કરો છો તો પાંચ વર્ષમાં તમારા 3 લાખ રૂપિયા જમા થશે અને 12 ટકા પ્રમાણે પાંચ વર્ષ બાદ તમે 4,12,432 રૂપિયા રિટર્ન પ્રાપ્ત કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube