PANને આજે જ આધાર સાથે કરો લિંક, સરકાર દ્વારા કરવામાં આવી છે મોટી જાહેરાત
જો તમે પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો ITR ટેક્સ રિટર્ન ભરવામાં તમને સમસ્યા થઇ શકે છે
નવી દિલ્હી : શું તમે તમારૂ પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવી લીધું છે ? જો નહી તો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્વનાં છે કારણ કે પાનકાર્ડ અમાન્ય હોઇ શકે છે. એક વખત પાન અમાન્ય થઇ જાય તો તેને ફરીથી યોગ્ય કરવામાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે જરૂરી છે કે નિશ્ચિત તારીખ પહેલા તેને પુરૂ કરી લેવું અને પોતાની જાતને પરેશાન થતા અટકાવો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સને પાનને આધાર સાથે લિંક કરવાની સમયસીમા વધારી છે. પાનકાર્ડ આધાર સાથે લિંક કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2019 છે.
પાનકાર્ડ અને આધાર લિંક નહી થાય તો આ પરેશાની થશે.
જો તમે પાનકાર્ડને આધાર સાથે લિંક નહી કરાવો તો નિષ્ણાંતોનાં અનુસાર તમે તેનાથી આઇટી રિટર્ન નહી ફરી શકો. ITR ફાઇલ કરવામાં તમને સમસ્યા થઇ શકે છે. સાથે જ તમને ટેક્સ રિફંડ અટકી શકે છે. તે ઉપરાંત તમારા પાનકાર્ડ અમાન્ય પણ થઇ જશે. પાનકાર્ડ અને આધારકાર્ડને આંતરિક રીતે લિંક કરતા પહેલા અંતિમ તારીખ 30 જુન, 2018 નિશ્ચિત હતી. તેને હવે વધારીને 31 માર્ચ, 2019 કરી દેવામાં આવી છે.
આજથી બદલાઇ ગયા PAN કાર્ડના આ નિયમો, શરૂ કરવામાં આવી નવી સર્વિસ
આ રીતે કરો લિંક
પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવવા માટે આવક વેરા વિભાગની ઇફાઇલિંગ વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ. અહીં તમારી ડાબી તરફ દેખાઇ રહેલી લિંક્સની માહિતીમાં બીજા નંબર પર દેખાઇ રહેલા લાલ રંગમાં 'Link Aadhaar' પર ક્લિક કરો. જો તમારૂ એકાઉન્ટ નથી બન્યું તો અહીં તમારે પહેલા રજિસ્ટ્રેશન કરવું પડશે. લોગ ઇન કરતાની સાતે જ પેજ ખુલશે. ઉપર દેખાઇ રહેલી બ્લૂ સ્ટ્રિપમાં પ્રોફાઇલ સેટિંગ પસંદ કરો. પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનો વિકલ્પ દેખાશે. તેને સિલેક્ટ કરો. અહીં અપાયેલ સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો અને માહિતી ભર્યા બાદ નીચે દેખાઇ રહેલા લિંક આધાર ઓપ્શન પર ક્લિક કરો.
મોબાઇલ દ્વારા પણ કરી શકો છો લિંક
પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાનો વધારે એક વિકલ્પ છે, તે છે મોબાઇલ ફોન. મોબાઇલ દ્વારા લિંક તમે SMS આધારિત સર્વિસનો ઉપયોગ કરી શકો છો. તેના માટે મોબાઇલના મેસેજ બોક્સમાં જઇને ટાઇપ કરો UIDPAN<12 આંકડાનો આધાર નંબર><10 આંકડાનો PAN નંબર>પછી તેને પોતાનાં રજીસ્ટ્ર્ડ મોબાઇલ નંબર પરથી 567678 અથવા 56161 પર મોકલી આપો.