નવી દિલ્લીઃ શું તમે સરકારી નોકરી કરવા માંગો છો, તો આ આર્ટિકલ તમારા માટે છે. ભારત સરકારની કેટલીક નોકરીઓ એવી છે જે પદની સાથે સાથે પગાર પણ આપે છે. 'બાઈજૂસે' આવી જ કેટલીક નોકરીઓ વિશે જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી નોકરી દરેકનું સપનું હોય છે. જોબ સિક્યોરિટીની સાથે સાથે સરકારી નોકરીમાં સારો પગાર અને ભથ્થા પણ મળતા હોય છે. કેન્દ્ર સરકાર પણ દર વર્ષે અનેક ભરતીઓ બહાર પાડે છે. ત્યારે આજે વાત કરીશું એવી નોકરીઓની જે કેન્દ્ર સરકારની છે અને તેમાં માન-મોભાની સાથે ઉંચો પગાર પણ મળે છે.


1. ભારતીય વિદેશ સેવા:
ભારતીય વિદેશ સેવાના અધિકારીઓ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મોટી જવાબદારી હોય છે. આ અધિકારીઓની પસંદગી સિવિલ સર્વિસની પરીક્ષાના માધ્યમથી કરવામાં આવે છે. ભારતની ઓળખ કહેવાતા આ અધિકારીઓનો પગાર પણ મસમોટો હોય છે. તેમનો પગાર 60 હજાર રૂપિયાથી તો શરૂ થાય છે. જેમાં અનુભવ વધારે એમા પગાર વધારો મળે છે.


2. IAS અને IPS:
દેશમાં કાયદો, વ્યવસ્થા અને તંત્રની જાળવણી કરવાની જેની જવાબદારી છે એવા અધિકારીઓની એટલે IAS અને IPS અધિકારીઓ. સિવિસ સર્વિસની પરીક્ષા આપીને કોઈ વ્યક્તિ IAS કે IPS બની શકે છે. તેમની સેલેરી 56 હજાર રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. અધિકારીઓની જવાબદારી મોટી હોય છે પરંતુ સાથે તેમને  બંગ્લો, શૉફર સાથે કાર, સિક્યોરિટી ગાર્ડ, કેર ટેકર જેવી સુવિધાઓ પણ મળે છે.


3. ડિફેન્સ સર્વિસ:
દેશની સુરક્ષાની જવાબદારી જેના પર છે તેવા ડિફેન્સ પર્સન્સને પણ તેમના કામ બદલ મોટો પગાર મળે છે. તો તમે રક્ષા સેવામાં ભરતી થાઓ છો તો તમારો પગાર 55 હજાર રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે અને અઢી લાખ રૂપિયા પ્રતિ મહિના સુધી પહોંચી શકે છે. આ ક્ષેત્રમાં જોડાનાર વ્યક્તિને આદર અને સન્માન મળે છે સાથે જ અન્ય લાભો પણ મળે છે.


4. ઈસરો, DRDOમાં વૈજ્ઞાનિક/એન્જીનિયર:
બાળપણમાં અનેક લોકો વૈજ્ઞાનિક કે એન્જીનિયર બનવાનું સપનું જુએ છે. અને જો તમારું ઈસરો કે ડીઆરડીઓમાં જોડાવાનું સપનું સાકાર થયું તો તમારા ખાતામાં દર મહિને 68 હજાર રૂપિયા આવી શકે છે. આ શરૂઆતની સેલેરી છે, સમયની સાથે તેમાં વધારો થઈ શકે છે.


5. RBI ગ્રેડ બી:
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા દેશના પ્રતિષ્ઠિત સંસ્થાનોમાંથી એક છે. જો બેંકિંગ સેક્ટરમાં તમને રસ છે તો કરિયર માટે RBIનો ગ્રેડ બી સારો ઓપ્શન હોય શકે છે. 65 હજાર રૂપિયા પ્રતિ મહિનાની સેલેરી સાથે તમને સારામાં સારા વિસ્તારમાં ફ્લેટ, ભથ્થાઓ અને અનેક સુવિધાઓ મળશે.