નવી દિલ્લીઃ આજે 1 ફેબ્રુઆરી 2022એ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) કેન્દ્રીય બજેટ 2022-2023 રજૂ કરશે. અને આ વખતે પણ બજેટ પેપરલેસ હશે. કોરોના વાયરસને કારણે ગયા વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે પણ Omicronના કારણે ચાલુ રહેશે. બજેટ 2022 પર નાણામંત્રીનું ભાષણ સવારે 11 વાગ્યે શરૂ થશે અને આ બજેટ તમારા મોબાઈલ ફોન પર પણ એપ દ્વારા જોઈ શકાશે. આ માટે નાણાં મંત્રાલયે એક મોબાઈલ એપ રજૂ કરી છે. જે એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટની વિગતો મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશેઃ
તમને Union Budget App પર બજેટ 2022 વિશે સંપૂર્ણ માહિતી મળશે. 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજો જેમાં સંપૂર્ણ બજેટ ભાષણ, ગ્રાન્ટની માંગણી, ફાઇનાન્સ બિલ વગેરે મોબાઇલ એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ એપ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે. વપરાશકર્તાઓ તેમની અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરી શકે છે. ઉપરાંત, એપને એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


યુનિયન બજેટ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવીઃ
-યુનિયન બજેટ એપ Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જો તમારે તેને ડાઉનલોડ કરવી હોય તો https://www.indiabudget.gov.in/ આ વેબસાઈટ ખોલો.


-વેબસાઈટ ઓપન કરતાની સાથે જ તમને સ્ક્રોલિંગ પર રાઈડ સાઈડ પર ડાઉનલોડ મોબાઈલ એપ્લિકેશનનો વિકલ્પ મળશે.


-આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ ખુલશે. જ્યાં એપ ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.


-જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરતા હોવ તો ગૂગલ પ્લે સ્ટોર પર ક્લિક કરો. જ્યારે iPhone યુઝર્સ એપલ એપ સ્ટોરના વિકલ્પ પર ક્લિક કરે છે.


-જેવા તમે વિકલ્પ પર ક્લિક કરશો કે તરત જ તમને સીધા ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર લઈ જવામાં આવશે.
-જ્યાં તમને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ મળશે.


-તમને જણાવી દઈએ કે આ મોબાઈલ Android v5 અને iOS v10 અથવા તેનાથી ઉપરના ઉપકરણોને સપોર્ટ કરશે.