હવે થઈ જાવ બિદાસ્ત! ચેકનાં નાણાં બે કલાકમાં જ જમા કરી દેવાના નિર્ણયનું 'ટાંય ટાંય' ફીસ!

બેન્કમાં આપેલા ચેકના નાર્ણાની ક્રેડિટ બે જ કલાકમાં મળી જવાનો નિયમ આઠમી ઓગસ્ટ 2024ના રોજ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ આ નિર્ણયને સરકારે મુલતવી રાખી દીધો છે. 

હવે થઈ જાવ બિદાસ્ત! ચેકનાં નાણાં બે કલાકમાં જ જમા કરી દેવાના નિર્ણયનું 'ટાંય ટાંય' ફીસ!

ઝી બ્યુરો/નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, તેની સાથે જ ગેસ સિલિન્ડરથી લઈને બેકિંગ, યૂપીઆઈ સુધીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેન્કમાં આપેલા ચેકના નાર્ણાની ક્રેડિટ બે જ કલાકમાં મળી જવાનો નિયમ આઠમી ઓગસ્ટ 2024ના રોજ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ આ નિર્ણયને સરકારે મુલતવી રાખી દીધો છે. જી હા...બે કલાકમાં નાણા જમા આપી દેવાની વ્યવસ્થા કરી દેવા માટે ઓગસ્ટ 2024 પછી બેન્કોને અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સૂચના પણ આપી દેવામાં આવી હતી. પરંતું પહેલી જાન્યુઆરી ૨૦૨૫ પહેલા રિઝર્વ બેન્ક તરફથી આ માટેની ગાઈડલાઈન્સ જ બેન્કોને આપવામાં આવી નથી. આમ સમગ્ર આયોજનનું ટાંય ટાંય ફીસ થઈ ગયું છે. 

રિઝર્વ બેન્ક તરફથી હજુ સુધી આપવામાં આવી નથી ગાઈડલાઈન્સ
બેન્કોને સૂચના આપી છે કે રિઝર્વ બેન્ક નવી સૂચના ન આપે ત્યાં સુધી બે કલાકમાં ચેક ક્લિયર કરીને નાણાં જમા આપવાની સિસ્ટમ લાગુ પડશે નહિ. પરંતુ પહેલી જાન્યુઆરીથી આ સિસ્ટમ લાગુ કરી દેવા માટેની ગાઈડલાઈન્સ રિઝર્વ બેન્ક તરફથી હજુ સુધી આપવામાં જ આવી નથી. પરિણામે સહકારી બેન્કોને પણ બે કલાકમાં ચેક ક્લિયર કરવાની વ્યવસ્થાનો પહેલી જાન્યુઆરીથી અમલ ચાલું કરવાની સૂચના મળી જ નથી. 

બેન્કના ખાતેદારોએ પણ માનસિક તૈયારી શરૂ કરી હતી
ઓગસ્ટ 2024માં કરવામાં આવેલી જાહેરાત હેઠળ પહેલી જાન્યુઆરી 2025થી ચેક ક્લિયરિંગ સિસ્ટમ ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ બેન્કમાં ક્લિયરિંગ માટે જમા આપેલા ચેકની રકમ બે કલાકમાં ખાતેદારના ખાતામાં જમા મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પરિણામે કોઈપણ ખાતેદારે ખાતામાં બેલેન્સ ન હોય તો ચેક ઈશ્યૂ ન કરવો. તેવી ચેતવણી પણ આપવાની શરૂ કરી દેવામાં આવી હતી. પરિણામે લોકોએ એટલે કે બેન્કના ખાતેદારોએ પણ આ માટેની માનસિક તૈયારી કરવા માંડી હતી. 

જાણો કેમ મોકૂફ રાખયો નિર્ણય?
મહત્વનું છે કે આઠમી ઓગસ્ટના આ જાહેરાત રિઝર્વ બેન્કના ગવર્નરે કરી હતી, તે પછી ડિજિટલ ઇકોનોમિ એટલે કે માબાઈલ પેમેન્ટ કે પછી ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા પર બ્રેક લાગી જવાની દહેશતને પરિણામે પણ સંભવતઃ બે કલાકમાં ચેકના નાણાંની ક્રેડિટ કે ડેબિટ થવાની સિસ્ટમનો અમલ મુલતવી રાખવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં બ્રેક લાગી જવાની ઉભી થઈ દહેશત
બે કલાકમાં ચેકના નાણા ક્લિયર કરી આપવાની વ્યવસ્થાના અમલ પહેલા જ અવરોધ આવ્યો છે. પરંતુ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં નવી વ્યવસ્થાને કારણે બ્રેક લાગી જવાની દહેશત ઉભી થતાં આ નિર્ણયનો અમલ મુલતવી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જ કારણસર રિઝર્વ બેન્ક તરફથી ગાઈડલાઈન્સ ઈશ્યૂ ન કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news