નવી દિલ્હી: દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનો ચહેરો તથા પડકારોને દર્શાવનાર આર્થિક સર્વે (Economic Survey) આજે ગુરૂવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો. રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ સર્વે રજૂ કર્યો. તમને જણાવી દઇએ કે આ સર્વે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમએ તૈયાર કર્યો છે અને તેમાં દુનિયાની પાંચમી મોટી અર્થવ્યસ્થા બનવાના પડકારને રેખાંકિત કરવાની સંભાવના છે. તેમાં 2024 સુધી દેશની અર્થવ્યવસ્થાનો આકાર બમણા કરતાં વધુ કરીને 5,000 અરબ ડોલર સુધી પહોંચાડવાના વડાપ્રધાન નરેંદ્ર મોદીના લક્ષ્યને પુરો કરવા માટે સુધારાઓની વિસ્તૃત રૂપરેખા રજૂ કરવાની આશા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budget 2019 : આજે આવશે આર્થિક સર્વે, બજેટ સાથે છે ખાસ સંબંધ


વાંચો Economic Survey 2019 Live Updates: 


Budget 2019 : બે ભાગમાં રજૂ થાય છે આર્થિક સર્વે, જાણો કોણ કરે છે તૈયાર



- આર્થિક સર્વેક્ષણ પહેલાં રોકાણકારોના સતર્કતા ભરેલું વલણ અપનાવતાં ગુરૂવારે સેંસેક્સ અને નિફ્ટીમાં શરૂઆતી બિઝનેસમાં તેજી જોવા મળી. મુંબઇ શેર બજારના 30 શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ શરૂઆતી બિઝનેસમાં 103.37 પોઇન્ટ એટલે કે 0.26 ટકા વધીને 39,942.62 પોઇન્ટ પર પહોંચી ગયો. આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ શરૂઆતી દૌરમાં 35.40 પોઈન્ટ એટલે કે 0.30 ટકા વધીને 11,952.15 પોઇન્ટ પર પહોંચી ગયો.


- સમીક્ષા બજેટના એક દિવસ પહેલાં આવશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. મુખ્ય સલાહકારે ટ્વિટર પર લખ્યું, 'મારી અને નવી સરકારની પહેલી આર્થિક સમીક્ષાના સંસદના પટલ પર રાખવાને લઇને ઉત્સાહિત છું.'

-  આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2019-20માં ગ્રોથ સારો રહેવાની આશા છે. નાણાકીય વર્ષ 2020માં જીડીપી ગ્રોથ 7% રહેવાનો અનુમાન છે. સાથે નવા નાણાકીય વર્ષમાં રોકાણ વધવાની આશા છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અસર આગામી સમયમાં સ્થાનિક બજારમાં જોવા મળશે. 


- વર્ષ 2018-19ની આર્થિક સમીક્ષા એવા સમયે રજૂ કરવામાં આવી રહી છે જ્યારે અર્થતંત્ર ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રમાં પડકારનો સામનો કરી રહ્યા છે. ગત નાણાકીય વર્ષમાં જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિ પાંચ વર્ષના ન્યૂનતમ સ્તર 5.8 ટકા પર આવશે.

- આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2018થી ગ્રામીણ વિકાસે ગતિ પકડી છે. માંગ વધવાથી અર્થવ્યવસ્થામાં રોકાણમાં તેજી આવશે. ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગત પાંચ વર્ષમાં 7.5 ટકાના સરેરાશ GDP ગ્રોથ નોંધાવ્યો છે.


- નાણમંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ પહેલો મોકો છે જ્યારે મહિલા નાણા મંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો છે. 5 જુલાઇએ આજે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. નાણા મંત્રીએ કહ્યું કે વર્ષ 2019-20 ઓઇલની કિંમતોમાં ઘટાડો થવાની આશા છે.


- દેશના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કહ્યું કે અમારી ટીમે પુરી મહેનત સાથે આર્થિક સર્વેક્ષણ પર કામ કર્યું છે. મને આશા છે કે પરિણામ સારા હશે અને ઇકોનોમીને સારી બનાવવા માટેનો આઇડિયા આપશે. 


- આ પહેલાં મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે ટ્વિટ કર્યું. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, 'પોતાનું પ્રથમ અને નવી સરકારનો પ્રથમ આર્થિક સર્વે સંસદમાં ગુરૂવારે રજૂ કરવાને લઇને એકદમ ઉત્સાહિત છું,' તમને જણાવી દઇએ કે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટને બજેટના એક દિવસ પહેલાં સંસદમાં રજૂ કરવામાં આવે છે. આ અર્થવ્યવસ્થા ગત એક વર્ષનો રિપોર્ટ કાર્ડ હોય છે. તેમાં આગામી નાણાકીય વર્ષની નીતિ-નિર્ણયોના સંકેત પણ છુપાયેલા હોય છે.