Budget 2019 : આજે આવશે આર્થિક સર્વે, બજેટ સાથે છે ખાસ સંબંધ 

Budget 2019 પહેલાં મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમ આર્થિક સર્વે રજૂ કરશે. આ પછી શુક્રવારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. 

Budget 2019 : આજે આવશે આર્થિક સર્વે, બજેટ સાથે છે ખાસ સંબંધ 

નવી દિલ્હી : Budget 2019 આવતી કાલે રિલીઝ થવાનું છે. આ બજેટ પહેલાં મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમ ગુરુવારે આર્થિક સર્વે રજૂ કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટના એક દિવસ પહેલાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. આ આર્થિક સર્વેમાં દેશના વિકાસનો આર્થિક નકશો હોય છે. છેલ્લા એક વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા તેમજ સરકારી યોજનામાં થયેલી પ્રગતિ વિશે આ આર્થિક સર્વેમાં જાણકારી આપવામાં આવે છે. 

નાણામંત્રાલયનાં મુખ્ય સલાહકાર આર્થિક સર્વેને તૈયાર કરે છે. આ વખતે આર્થિક સર્વે દેશનાં મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે તૈયાર કર્યો છે. એક રીતે આર્થિક સર્વેક્ષણ અર્થવ્યવસ્થાનું છેલ્લાં વર્ષનું રિપોર્ટ કાર્ડ હોય છે. સાથે જ આગામી નાણાકીય વર્ષના નીતિગત નિર્ણયોનાં સંકેતો પણ મળે છે. આર્થિક સર્વેને ભારતીય અર્થવ્યવસ્થા માટે નાણા મંત્રાલયનું સૌથી પ્રામાણિક દસ્તાવેજ માનવામાં આવે છે. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે પદ છોડ્યા બાદ ડિસેમ્બરમાં આ પદ પર કે.વી. સુબ્રમણ્યમની નિમણૂંક કરાઈ હતી. મોદી સરકારનાં બીજા કાર્યકાળનું પહેલું બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં રજૂ કરશે.

આ વર્ષે 1 ફેબ્રુઆરીએ તત્કાલિન નાણાંકીય મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેર રજૂ કર્યું હતું. આ સમયે તેમણે આર્થિક સર્વેક્ષણ રજૂ નહોતું કર્યું. એ સમયે દેશમાં સામાન્ય ચૂંટણી ગાજી રહી હતી. નિયમ પ્રમાણે જે વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે એ વર્ષે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે અને ચૂંટણી પછી નવી સરકાર પુર્ણ બજેટ રજૂ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news