નવી દિલ્હી: થોડા કલાકો બાદ બહી ખાતું ખુલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સવારે 11 વાગે સંસદમાં બજેટ રજૂ કરશે. આ બજેટ (Budget 2021-22 ) ઘણા પ્રકારે ખાસ રહેશે કારણ કે, તેને કોરોના મહામારી (Coronavirus Pandemic) જેવા પડકારો વચ્ચે રજૂ કરવામાં આવી રહ્યું છે. એવામાં સામાન્યથી માંડીને ખાસ લોકોની નજર બજેટ (Budget 2021-22 ) પર ટકેલી છે. જોકે આ બજેટને લઇને લોકોના મનમાં તમામ પ્રકારન સવાલ પણ જેમ કે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું રસોડાનું બજેટ કાબૂમાં આવશે? 


ટેક્સ છૂટમાં રાહત મળશે?


યુવાનો માટે રોજગાર હશે? 


બિઝનેસમેનને સસ્તી લોન મળશે?


મહિલાઓને સુવિધાઓ મળશે? 


અર્થવ્યવસ્થાને ગતિ મળશે?


નવા આર્થિક સુધાર થશે? 


બજેટમાં ખેડૂતોના કલ્યાણ માટે પગલાં ભરવામાં આવશે? 


સ્વાસ્થ્યની સેહત સુધરશે? 

Budget 2021: લિયાકત અલીથી માંડીને સીતારમણ સુધી, આ નાણામંત્રી રજૂ કરી ચૂક્યા છે સામાન્ય બજેટ


પહેલી ભવિષ્યવાળી સેલરી ક્લાસ સાથે જોડાયેલી
જો તમારા મનમાં પણ બજેટ (Budget 2021-22 ) ને લઇને એ સવાલ છે કે તો આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ અમે તમને ભવિષ્યવાણી દ્રારા બતાવવા જઇ રહ્યા છીએ. પહેલી ભવિષ્યવાણી સેલરી ક્લાસ સાથે જોડાયેલી છે. 2019ના વચગાળાના બજેટમાં છૂટ પર મોટી જાહેરાત કરવામાં આવી હતી. તો બીજી તરફ 2020માં ટેક્સની નવી રીતની જાહેરાત થઇ, તો શું 2021 ના બજેટમાં ફરી કોઇ રાહત મળી શકે છે? 

Budget 2021: કોરોના સારવારના ખર્ચ પર ટેક્સ છૂટ આપવાની તૈયારી, નાણામંત્રી કરી શકે છે જાહેરાત


અહીં તમને જણાવી દઇએ કે 8 કરોડથી વધુ લોકો ટેક્સ ચૂકવે છે. બજેટમાં સેલરી ક્લાસને 80C અથવા 80D માં વધુ છૂટ મળી શકે છે. 80C માં અત્યારે છૂટની સીમા 1.5 લાખ છે અને તેને વધારીને 2 લાખ સુધી કરવામાં આવી શકે છે. એટલે કે 50 હજારની વધારાની છૂટ આપવામાં આવી શકે છે. કોરોનાકાળમાં જે પ્રકારે સ્વાસ્થ્ય સંકટ પેદા થયા એવામાં 80D માં પણ છૂટ આપવામાં આવી શકે છે. તેની સાથે જ સ્ટાડર્ડ ડિડકશનમાં ફેરફાર થઇ શકે છે.  

Budget 2021: પગારદાર વર્ગની કઇ માંગ બજેટમાં થઇ શકે છે પુરી, જાણો


શું મહિલાઓને મળશે ટેક્સમાં છૂટ? 
ટેક્સ સાથે જોડાયેલી આગામી ભવિષ્યવાણી મહિલાઓ સાથે જોડાયેલી છે. બીજી ભવિષ્યવાણી બજેટમાં આ વખતે મહિલાઓને ટેક્સમાં અલગથી છૂટ આપવામાં આવી શકે છે. ખાસકરીને આ છૂટ વ્યાજથી આવક પર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત મહિલાઓને ટેક્સની છૂટની સીમાને પણ વધારવાની સંભાવના છે. 


વડીલો માટે શું હશે બજેટમાં?
બજેટ 2018 માં વડીલોને વ્યાજમાંથી આવક પર ટેક્સ છૂટની સીમા 10 હજારથી વધારીને 50 હજાર સુધી કરી દેવામાં આવી હતી. ત્રીજી ભવિષ્યવાણી છે કે આ વખતે સીમાને ફરીથી વધારવામાં આવી શકે છે. સૂત્રોના અનુસાર આ આંકડો 25000  થી 5000 રૂપિયા હોઇ શકે છે. 


ટેકસ એક્સપર્ટ યોગેન્દ્ર કપૂરનું કહેવું છે કે વડીલોને વ્યાજની કમાણી પર વધુ રાહત આપવામાં આવી શકે છે. 


સસ્તા ઘર માટે 24B હેઠળ છૂટની સીમા
સરકાર 2022 સુધી બધાને ઘર આપવા માંગે છે અને હવે સરકાર પાસે ફક્ત 2 વર્ષનો સમય બાકી છે. ચોથી ભવિષ્યવાણી છે કે એવામાં આ વખતે બજેટ (Budget 2021) માં સરકાર સસ્તા ઘર માટે 24B હેઠળ છૂટની સીમા વધારી શકે છે. હાલ 24B હેઠળ 2 લાખ રૂપિયા મળે છે. 


બજેટ સાથે જોડાયેલી પાંચમી ભવિષ્યવાણી
બજેટ  (Budget 2021) સાથે જોડાયેલી પાંચમી ભવિષ્યવાણી એ છે કે સરકાર કોરોના સેસ લગાવી શકે છે. મફત વેક્સીનેશન માટે સરકાર સેસ દ્રારા પૈસા એકઠા કરી શકે છે. અહીં તમને જણાવી દઇએ કે ઇકોનોનીને ગતિને આપવા માટે નાણાકીય નુકસાનને ઓછું કરવાનું દબાણ છે એટલા માટે વધુ છૂટની સંભાવના છે. 


(ઇનપુટ: પૂજા મકકડ, પીયૂષા શર્મા, પ્રસાદ ભોસેકર‌) 


બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube