નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ નાણામંત્રી નિર્મલા સીતારમણ શુક્રવારે પત્રકાર પરિષદમાં આર્થિઅક પેકેજના ત્રીજા ભાગની જાણકારી આપી હતી. કૃષિ ક્ષેત્રની મજબૂતી માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 લાખ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ ક્ષેત્રની મજબૂતી માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 લાખ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં લાગી છે. ખેડૂતો પાસે સ્ટોરેજની ઉણપ અને ટેકાના ભાવની કમીને પુરી કરવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું  કૃષિ આધારભૂત માળખું તૈયાર કરવામાં આવશે. કોલ્ડ ચેનની સાથે પાક કાપણી પછીની સુવિધાઓ વિકસાવવામાં આવશે.  


નાણામંત્રીએ કહ્યું કે 'સૂક્ષ્મ ખાદ્ય એકમો માટે 10 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. PM-KISAN યોજના હેઠળ ખેડૂતોને 18,700 કરોડ રૂપિયા ટ્રાંસફર કરવામાં આવ્યા છે. પીએમ ફસલ વીમા યોજના હેઠળ 6,400 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. મત્સપાલન માટે 20 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. દરેક રાજ્યના લોકલ ઉત્પાદકોને ગ્લોબલ બનવવા માટે મદદ કરવામાં આવશે. મત્સ્ય સંપદા યોજના હેઠળ 55 લાખ લોકોને રોજગાર મળશે. 1 લાખ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ વધારવામાં આવશે. તેમાં મત્સ્ય પાલનમાં લાગેલા ખેડૂતોને ફાયદો થશે. વીમો પણ આપવામાં આવશે. 


નાણામંત્રીએ કહ્યું કે લોકડાઉન દરમિયાન પણ ખેડૂત કામ કરતા રહ્યા છે. નાના અને મધ્યમ ખેડૂતો પાસે 85% ખેતી છે. દેશની મોટી વસ્તી કૃષિ પર નિર્ભર છે. સરકારે ખેડૂતોના કલ્યાણ માટે ઘણા કામ કર્યા છે. 2 મહિનામાં ખેડૂતોને 18700 કરોડ ખેડૂતોને આપ્યા. 2 કરોડ ખેડૂતોને વ્યાજમાં સબસિડી આપવામાં આવી. ફસલ વિમા યોજના હેઠળ 6400 કરોડ આપ્યા. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 2 લાખ કરોડ આપ્યા. દુધ ઉત્પાદકોને 5 હજાર કરોડની વધારાની ચૂકવણી કરવામાં આવી. 


નેશનલ એનિમલ ડિઝીઝ કંટ્રોલ પોગ્રામ હેઠળ 13,343 કરોડ રૂપિયા આપવામાં આવશે. દેશમાં 53 કરોડ પશું છે. તેનું વેક્સીનેશન કરવામાં આવશે. અત્યાર સુધી દોધ કરોડ ગાય અને ભેંસોનું વેક્સીનેશન થઇ ચૂક્યા છે. સરકારનો હેતુ ફૂટ એન્ડ માઉથ ડિઝીઝને ખતમ કરવાનો છે. તેનાથી ડેરી પ્રોડક્ટ્સની માંગ વધશે અને ખેડૂતોનું પ્રોડક્શન સારું થશે. 15,00 કરોડ રૂપિયા પશુપાલન હેઠળ ડેરી ઇંફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે આપવામાં આવશે. 


હર્બલ ખેતીને પ્રોત્સાહન આપવા માટે 4000 કરોડ રૂપિયા આપવામાં આવશે. 2.25 લાખ હેક્ટરમાં હર્બલ ખેતી થઇ રહી છે. આગામી 2 વર્ષમાં 10 લાખ હેક્ટરમાં હર્બલ ખેતી થશે. ખેડૂતોની ઇનકમ તેનાથી 5000 કરોડ રૂપિયા વધશે. મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ ગંગા નદીએની આજુબાજુમાં હર્બલ ખેતીને વધારવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube