Loan Moratorium Case: સામાન્ય લોકો માટે ખુશખબર, 15 નવેમ્બર પહેલા લાગૂ થઈ જશે વ્યાજ પર વ્યાજ માફીનો નિર્ણય
મેહતાએ કહ્યુ- બેન્ક વ્યાજ પર વ્યાજને માફ કરશે અને તેની ભરપાઇ સરકાર કરશે અને આ ગણનામાં વિભિન્ન પ્રકારની વસ્તુ સામેલ થશે. અમારે તે નક્કી કરવું પડશે કે બેન્ક અમને યોગ્ય ફોર્મેટ ઉપલબ્ધ કરાવે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વ્યાજ પર વ્યાજ માફ કરવાના નિર્ણયને જલદીથી જલદી લાગૂ કરવાનો બુધવારે નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ કોર્ટે લોન મોરાટોરિયમના સમયગાળાના વ્યાજને માફ કરવાની માગને લઈને દાખલ ઘણી અરજીઓ પર સુનાવણી કરતા આ વાત કહી હતી. કેન્દ્ર સરકારે ત્રણ ઓક્ટોબરે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, તે બે કરોડ રૂપિયા સુધીની લોનના મામલામાં છ મહિનાની મોરાટોરિયમની અવધિ (માર્ચથી ઓગસ્ટ, 2020) માટે વ્યાજ પર વ્યાજને માફ કરશે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સર્વોચ્ચ કોર્ટને જણાવ્યું કે, સરકારનો આ નિર્ણય 15 નવેમ્બર પહેલા લાગૂ થઈ જશે.
મેહતાએ કહ્યુ- બેન્ક વ્યાજ પર વ્યાજને માફ કરશે અને તેની ભરપાઇ સરકાર કરશે અને આ ગણનામાં વિભિન્ન પ્રકારની વસ્તુ સામેલ થશે. અમારે તે નક્કી કરવું પડશે કે બેન્ક અમને યોગ્ય ફોર્મેટ ઉપલબ્ધ કરાવે.
જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ આર શાહની ત્રણ સભ્યોની પીઠે બુધવારે કહ્યુ કે, સરકારે આ નિર્ણય લાગૂ કરવામાં હવે વિલંબ ન કરવો જોઈએ. પીઠે કહ્યું, આટલા નાના નિર્ણયને લાગૂ કરવા માટે એક મહિનાનો સમય કેમ જોઈએ... બે કરોડ સુધી લેણદારોને સરકારની છૂટનો લાભ જલદી મળવો જોઈએ.
તેના પર મેહતાએ કહ્યું- તેને લાગૂ કરવા માટે 15 નવેમ્બરની મર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ સરકાર તેની પહેલા લાગૂ કરવાનો પ્રયાસ કરશે.
આજે સોનું મોંઘુ થયું, આટલો થયો 10 ગ્રામ સોનાનો ભાવ
દેશમાં કોરોના વાયરસ મહિમારીને જોતા રિઝર્વ બેન્કે માર્ચમાં ટર્મ લોનની EMIની ચૂકવણી પર ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય બેન્કે લોન મોરાટોરિયમની અવધિને 31 માર્ચ સુધી વધારી દીધી હતી. આ નિર્ણયનો લક્ષ્ય લોન લેનારને ઈએમઆઈની ચુકવણી માટે વધુ સમય આપવાનો હતો.
સર્વોચ્ચ ન્યાયાલયે ત્રણ સપ્ટેન્બરે આ મામલા પર સુનાવણી કરતા કહ્યું હતું કે, જે એકાઉન્ટસને 31 ઓગસ્ટ સુધી એનપીએ જાહેર કરવામાં આવ્યા હતા, તેને આગામી આદેશ સુધી એનપીએ જાહેર ન કરવામાં આવે. રિઝર્વ બેન્કે 10 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, એનપીએ એકાઉન્ટ જાહેર કરવા માટે લગાવવામાં આવેલ સ્ટેને તત્લાક ન હટાવવામાં આવ્યો તો તેની ગંભીર અસર બેન્કિંગ સિસ્ટમ પર પડશે.
બેન્ક એસોસિએશન તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યુ કે, બેન્ક આરબીઆઈના સર્કુલરની રાહ જોઈ રહી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણીને બે નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube