નવી દિલ્હી: લોન મોરેટોરિયમ સમયગાળા મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટનો આ ચુકાદો એ લોકો માટે મોટા ઝટકા સમાન છે જેઓ લોન મોરેટોરિયમ પર સંપૂર્ણ રીતે વ્યાજ માફીની માગણી કરતા હતા. કોર્ટે આજે કહ્યું કે સંપૂર્ણ વ્યાજમાફી શક્ય નથી. કોર્ટે કહ્યું કે ફક્ત કેટલાક લોકોની અસંતુષ્ટિ માટે કોર્ટ પોલીસીમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે લોન મોરેટોરિયમને આગળ વધારી શકાય નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન મોરેટોરિયમના વ્યાજ પર સંપૂર્ણ છૂટ નહીં
ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહે કહ્યું કે અનેક અરજીકર્તા ઈચ્છતા હતા કે લોન મોરેટોરિયમના વ્યાજ પર સંપૂર્ણ છૂટ મળે અને સેક્ટર પ્રમાણે રાહત આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈકોનોમિક પોલીસી શું છે અને નાણાકીય પેકેજ શું હોવું જોઈએ તે નક્કી કરવું કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કનું કામ છે. 


આર્થિક નિર્ણય લેવાનું કામ સરકારનું-સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલાક સેક્ટર સંતુષ્ટ નથી ફક્ત એટલા માટે થઈને કોર્ટ પોલીસીના મામલાઓમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ નિર્ણય કેન્દ્ર સરકારને કરવા દો કે કઈ પોલીસી તમારા માટે હોવી જોઈએ, ભલે તેની સમીક્ષા થઈ શકે. સરકારી નીતિઓમાં ન્યાયિક સમીક્ષા સારી રીતે પરિભાષિત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ ફક્ત પોલીસીના કાનૂની પહેલું જુએ  છે, આર્થિક નિર્ણય લેવાનો હક સરકારને છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube