ઝી બ્યૂરો, અમદાવાદઃ જેમ જેમ સુવિધા વધે છે તેમ તેમ લોકોની જરૂરિયાત પણ વધે છે.પરંતુ જરૂરિયાત પુરી કરવા લોકો લોનનો સહારો લેતા હોય છે.ત્યારે વિચારો કે જરૂરિયા પુરી કરવા લીધેલી લોન પરિવારજનો માટે બોજ બની જાય તો શું થાય. આજના સમયમાં તમામ લોકો લોન પર જ નિર્ભર કરતા હોય છે.ભાગ્ય જ કોઈ એવા લોકો હશે જેમણ લોન ન લીધી હોય.કોઈએ પર્શનલ લોન, તો કોઈ પ્રોપર્ટી લોન કે કોઈ હોમ લોન સહિતની અનેક લોન લીધેલી હોય છે.પરંતુ સવાલ એ થાય કે જો લોન લેનારનું જ નિધન થઈ જાય તો પછી ભરપાઈ કોણ કરે એ જાણવું પણ ખુબ જ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


BED પર આજની રાત બનાવવી છે રંગીન? તો કરો આ વસ્તુનું સેવન, પાર્ટનર કહેશે બસ હવે રહેવા દો!


કોરોના કહેરથી દેશમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે.અનેક પરીવારે મોબી ગુમાવ્યા છે.તો અનેક બાળકો અનાજ થઈ ગયા છે.પરંતુ કેટલાક એવા લોકોએ જીવ ગુમાવ્યા છે જેઓ લોન લીધેલી હતી.જેથી આ લોકોના મૃત્યુ બાદ હવે સવાલે એ ઊભો થાય છે કે આ લોનની ભરપાઈ કોણ કરશે.કોરનાથી નિધન થયું હોય તો આગળ શું થશે.આકસ્મિક મૃત્યુ થયું હોય તો શું કરવાનું.


હોમ લોનમાં શું કરવું:
હોમ લોન લાંબા ગાળાની હોય છે જેમાં લોન લેનાર જીવિત ન રહે તો તો પ્રોપર્ટીમાંથી રિકવરી કરવાની જોગવાઈ હોય છે. આ સિવાય બેંક આવી લોનમાં લોન લેનારના પરિવારજનોને કો-એપ્લીકેંટ બનાવીને રાખે છે. જેથી લોન લેનારનું મૃત્યુ થાય તો ભરપાઈ કરવાની જવાબદારી પરિવારજન પર આવે છે.


વીમો લીધો હોય તો નહીં પડે બોજ:
હોમ લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો પરિવારજન પર લોન ભરવાનો બોજ આવી જાય છે.જેથી આ સ્થિતિમાંથી બચવા લોન ધારક સારી એવી ટર્મ પોલીસ લેતા હોય છે.જેથી લોન ધારકના મૃત્યુ બાદ વીમાની રકમમાંથી પરિવારજનો લોનની ચુકવણી કરી દેવામાંથી મુક્તિ મેળવી શકે છે.


 


ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો


પર્સનલ લોન, ક્રેડીટ કાર્ડ:
પર્સનલ લોન અને ક્રેડીટ કાર્ડને અનસીક્યોર્ડ લોનમાં ગણવામાં આવે છે.આવા કોઈ વ્યક્તિનું નિધન થાય તો બેંક કે કંપની ક્રેડિટ કાર્ડ અને લોનના રાઈટ બંધ કરીને ખોટમાં નાખી દે છે.આવી લોનમાં કંપનીઓ કાયદાકીય રીતે પરિવારજનો પર લોન ભરવા દબાણ નથી કરી શકતી.એટલે જ પર્સનલ લોનમાં કંપનીઓ એ વાતનું ધ્યાન રાખે છે કે લોન લેનારની વીમા પોલીસી હોય.જેથી લોનધારનું મૃત્યુ થાય તો બેંક કે કંપની વીમા કંપની પાસેથી રકમ વસુલવાનો પ્રયાસ કરે છે.



વાહન લોન:
વાહન પર લોન લેનારનું મૃત્યુ થાય તો કંપની તેના પરિવારજનોનો સંપર્ક કરે છે.અને લોનની ભરપાઈ કરવા જણાવે છે.જો પરિવારજનો લોન ભરવા માટે તૈયાર ન હોય તો કંપની વાહન જપ્ત કરી લે છે.ત્યાર બાદ વાહનની હરાજી કરી લોન વસુલે છે.


એજ્યુકેશન લોન:
એજ્યુકેશન લોનને ખુબ સિક્યોર માનવામાં આવે છે.આ લોન ગેરંટી વગર નથી અપાતી.કેટલાક કિસ્સામાં તો માતા-પિતાને પણ જામીન તરીકે રહેવું પડે છે.જેથી આવા કિસ્સામાં જો લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક ગેરંટર પાસેથી બાકીના રૂપિયા વસુલે છે.અને જો ગેરંટર લોનની ભરપાઈ ન કરે તો જામીન પેટે રાખેલી પ્રોપર્ટીની હરાજી કરી રકમ વસુલવામાં આવે છે.

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube