નવી દિલ્હીઃ એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં લૉકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી અને ત્યારબાદ રેલવેએ તમામ યાત્રી રેલ સેવાઓને 3 મે રાત્રે 12 કલાક સુધી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે 3 મે સુધી દેશમાં યાત્રી ટ્રેનો ચાલશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવેએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ભારતીય રેલવેની તમામ પ્રીમિયરમ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર ટ્રેન, તમામ અર્બન ટ્રેન, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગેરેની સેવાઓ 3 મેએ રાત્રે 12 કલાક સુધી રદ્દ રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર