નવી દિલ્હી: લોકડાઉન (Lockdown) એ દૂધની ડિમાન્ડ અને સપ્લાઇ પર પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે દૂધની ખપત લોકડાઉનના લીધે 25% સુધી ઓછી થઇ ગઇ છે. દૂધનું જેટલું ઉત્પાદન થઇ રહ્યું છે, એટલું વેચાઇ રહ્યું નથી. એવામાં પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આખરે બચેલા દૂધનો ઉપયોગ ક્યાં થઇ રહ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરની પત્રકાર પરિષદમાં આ પ્રશ્નનો જવાબ સામે આવ્યો. જોકે જે દૂધ વેચાઇ રહ્યું નથી, તેનો દૂધ પાવડર બનવામાં આવી રહ્યો છે. 


નાણામંત્રીએ જણાવ્યું કે દેશની મિલ્ક કો-પરેટિવ 560 લાખ ટન દૂધ પ્રતિદિન ઉત્પાદન કરી રહી હતી, પરંતુ ફક્ત 360 લાખ ટન જ દરરોજ વેચાઇ રહ્યું હતું. પરંતુ જે દૂધ વેચાયું નહી તેને દૂધ પાવડાર બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવ્યું, દૂધ પાવડર બનાવવા માટે 111 કરોડ લીટર દૂધ વધુ ખરીદવામાં આવ્યું. 


પશુપાલન સચિવ અતુલ ચર્તુવેદીએ જણાવ્યું કે લોકડાઉનના દિવસોમાં જ 52 દિવસમાં જ 1 લાખ ટન સ્કિમ્ડ મિલ્ક પાવડર (દૂધ પાવડર) બનાવવામાં આવ્યો છે. વધુ દૂધ લેવામાં આવ્યું, પરંતુ ખેડૂતોને નુકસાન થવા ન દીધું. જોકે તેનાથી ડેરી કો-ઓપરેટીવ પર લગભગ 4 હજાર કરોડ રૂપિયાનો બોજો આવી ગયો. 


જોકે સરકારે એક સ્કીમ નિકાળી જે ડેરી કો-ઓપરેટિવ પોતાના કામ માટે લોન લેશે, તેને બેંક વ્યાજમાં 2% છૂટ આપશે, અને જે કો-ઓપરેટિવ સમય પર તેને ચૂકવશે તેમને અલગથી 2% વ્યાજ છૂટ મળશે. એટલે કે 4%ની છૂટ મળશે. આ પ્રકારે 5,000 કરોડ રૂપિયા ડેરી કો-ઓપરેટિવને આપવામાં આવશે. તેનાથી કુલ 2 કરોડ ખેડૂતોને ફાયદો થયો. 


દેશમાં દૂધનું ઉત્પાદન લગભગ 18.7 કરોડ ટન વાર્ષિક થાય છે, જ્યારે દૂધ પાવડરનું ઉત્પાદન 2.46 લાખ મેટ્રિક ટન થાય છે. લોકડાઉનમાં મીઠાઇની દુકાન બંધ રહી અને લગ્નમાં પણ માંગ ઘટી, ઘરોમાં પણ સપ્લાઇમાં મુશ્કેલી થઇ. આ બધાથી દૂધની ખપત ઘટી ગઇ, એવામાં દૂધનો યોગ્ય ઉપયોગ કરીને આ વખતે દૂધ પાવડરનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube