નવી દિલ્હી: LPG Booking Offer: રસોઈ ગેસમાં વધતી મોંઘવારી વચ્ચે તમારા માટે આજે એક ખુશખબર મળી રહ્યા છે. હવે તમે સસ્તામાં LPG સિલેન્ડર બુક કરાવી શકો છો. જોકે, એક ખાસ ઓફર હેઠળ તમને એલપીજી સિલેન્ડર બુકિંગ પર 2700 રૂપિયાનો બમ્પર ફાયદો મળી શકે છે. આ ઓફરમાં તમને બીજી અન્ય ઓફર અને ફાયદાઓ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારે ફાયદા માટે કંઈ બીજી કરવાનું નથી, માત્ર 'Paytm' મારફતે ગેસની બુકિંગ કરવી પડશે. તો આવો જાણીએ કે તમને કઈ કઈ ઓફર મળી રહી છે અને આ ઓફર્સનો ફાયદો ઉઠાવવા માટે શું કરવું પડશે?


Paytm થી LPGના બુકિંગ પર બમ્પર કેશબેક
આ ખાસ ઓફર હેઠળ જો તમે રસોઈ ગેસ સિલિન્ડરનું બુકિંગ Paytm થી કરો છો તો તમારે 2700 રૂપિયાનો સીધો ફાયદો મળશે. જોકે Paytm એ LPG સિલેન્ડરના બુકિંગ પર કેશબેક અને ઘણા અન્ય ઈનામોની જાહેરાત કરી છે. Paytm એ 3 Pay 2700 Cashback Offer નામની આ સ્કીમ શરૂ કરી છે. નવા યૂઝર્સનો આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે. જેમાં તમને સળંગ ત્રણ મહિનાની પહેલી બુકિંગ પર 900 રૂપિયા સુધીનું સુનિશ્ચિત કેશબેક મળશે.


900 રૂપિયા સુધીનું કેશબેક
આ ઓફરમાં નિયમ અને શરતો પણ છે. જોકે, આ કેશબેક પહેલીવાર LPG સિલેન્ડર બુક કરનાર ગ્રાહકોને જ મળશે.  દર મહિને ત્રણ ગેસ સિલેન્ડર બુક કરનાર પહેલી બુકિંગ પર 900 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ કેશબેક ત્રણ મહિના સુધી મળશે. આ કેશબેક 10 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધી મળી શકે છે.


અન્ય પણ ઘણી ઓફર મળશે.
તેના સિવાય Paytm વર્તમાન યૂઝર્સને દરેક બુકિંગ પર નિશ્ચિત પુરસ્કારો અને 5000 સુધીના કેશબેક પોઈન્ટ્સ પણ ઓફર કરશે, જે શ્રેષ્ઠ ડીલ્સ અને ટોચની બ્રાન્ડ્સના ગિફ્ટ વાઉચર માટે રિડીમ કરી શકાય છે. Paytm એ પણ થોડા સમય પહેલા તેની એપમાં એક નવું ફીચર ઉમેર્યું છે. જેમાં યુઝર્સ સિલિન્ડર બુક કર્યા બાદ તેની ડિલિવરી પણ ટ્રેક કરી શકે છે. આ સિવાય ફોન પર સિલિન્ડર ભરાવવાનું રિમાઇન્ડર પણ આવશે.


'Paytm પોસ્ટપેડ' પ્લાન
આ '3 Pay 2700 Cashback Offer' તમામ 3 મોટી એલપીજી કંપનીઓ - ઈન્ડેન (Indane), એચપી ગેસ (HP Gas) અને ભારતગેસ (BharatGas)ના સિલિન્ડરના બુકિંગ પર લાગુ છે. ગ્રાહકોને 'Paytm પોસ્ટપેડ' તરીકે લોકપ્રિય 'Paytm Now Pay Later' પ્રોગ્રામમાં નોંધણી કરીને આવતા મહિને સિલિન્ડર બુકિંગની ચુકવણી કરવાની તક મળશે.


આ રીતે મળશે કેશબેક?
1. આ માટે તમે સૌથી પહેલા Paytm એપ ડાઉનલોડ કરો
2. ત્યારબાદ સિલિન્ડર બુકિંગ પર જાઓ. પછી તમારી ગેસ એજન્સી પસંદ કરો. આમાં, તમે ત્રણ વિકલ્પો જોશો - ભારત ગેસ, ઇન્ડેન ગેસ અને એચપી ગેસ.
3. પછી તમારો રજિસ્ટર્ડ નંબર અથવા LPG ID અથવા ગ્રાહક નંબર દાખલ કરો.
4. આ માહિતી ભર્યા પછી, તમે Proceed ના બટનને દબાવીને પેમેન્ટ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube