LPG cylinder news:  એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. હકીકતમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ( એ પોતાના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા નવી સુવિધા શરૂ કરી છે. તેનું નામ 'પ્યોર ફોર શ્યોર' આપવામાં આવ્યું છે. કંપની પ્રમાણે તેનો ઈરાદો ગ્રાહકોની સંતુષ્ટિ વધારવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ કહ્યું કે બીપીસીએલ ગ્રાહકોના દરવાજા પર એલપીજી સિલિન્ડરની ગુણવત્તા અને માત્રાનો વિશ્વાસ આપવા તૈયાર છે. આ દેશમાં આવા પ્રકારની પ્રથમ સેવા છે. કંપની પ્રમાણે જે LPG સિલિન્ડર ગ્રાહકોના ઘર પર ડિલીવર થશે તેમાં છેડછાડ-વિરોધી સીલ હશે, જેના પર ક્યૂઆર કોડ પણ દેખાશે. તેના દ્વારા પ્રોડક્શન પ્લાન્ટથી ગ્રાહક સુધી સિલિન્ડરની ગેરંટી આપવામાં આવશે.


ક્યૂઆર કોડને કરવો પડશે સ્કેન
ક્યૂઆર કોડને સ્કેન કરવા પર ગ્રાહકોને એક સિગ્નેચર ટ્યૂનની સાથે એક વિશિષ્ટ પ્રોય ફોર શ્યોર પોપ-અપ જોવા મળશે. આ પોપ-અપમાં સિલિન્ડર સાથે જોડાયેલી તમામ વિગત હાજર હશે. ઉદાહરણ માટે ભરવા સમયે સિલિન્ડરનું કુલ વજન કેટલું હતું, સીલ માર્ક હતું કે નહીં વગેરે. આ ગ્રાહકોને ડિલીવરી સ્વીકાર કરતા પહેલા પોતાના સિલિન્ડરને પ્રમાણિત કરવા, પારદર્શિતા અને વિશ્વાસ નક્કી કરવાનો અધિકાર આપે છે. જો સિલિન્ડરના સીલ સાથે કોઈ છેડછાડ થાય તો ક્યૂઆર કોડ સ્કેન કરવા યોગ્ય રહેતો નથી, જેનાથી ડિલીવરી અટવાય જાય છે.


શું કહ્યું કંપની અધિકારીઓએ
BPCL અધિકારીએ જણાવ્યું હતું કે, “LPG ઇકોસિસ્ટમમાં કેટલાક જૂના મુદ્દાઓ છે જેમ કે ટ્રાન્ઝિટમાં ચોરી, અપેક્ષિત ડિલિવરી સમયે ગ્રાહકની હાજરી અને રિફિલ ડિલિવરી માટે સમયની પસંદગી જે ઉકેલવામાં આવશે. અમારા વિતરકો માટે, તે AI આધારિત રૂટ ઑપ્ટિમાઇઝર જેવી સેવાઓ પ્રદાન કરે છે, જે તેની ડિલિવરી કાર્યક્ષમતા વધારશે. અમે એલપીજી ઇકોસિસ્ટમમાં ડિલિવરી વુમનનો પણ સમાવેશ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ, કારણ કે આ પ્રોડક્ટને મહિલાઓ કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકતું નથી.