Commersial cylinder price hike: મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને વધુ એક થપાટ પડી છે. ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જો કે અહીં એક રાહતની વાત એ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો નથી. આ ભાવ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ઝીંકાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયેલા ભાવ વધારા બાદ હવે 19 કિલોગ્રામનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં 2253 રૂપિયા કરતા વધીને 2355.50 રૂપિયા થયું છે. એટલે કે ગ્રાહકોએ પોતાના ખિસ્સામાંથી 102.50 રૂપિયા વધારે ખર્ચવા પડશે. સરકારી ઓઈલ કંપનીઓ તરફથી બહાર પડાયેલા નવા ભાવ મુજબ આ વધારો હોટલ અને રેસ્ટોરામાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ સિલિન્ડર પર કરાયો છે. 


જ્યારે 5 કિલોવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ હવે 655 રૂપિયા થયો છે. અત્રે જણાવવાનું કે ગયા મહિને પણ એલપીજી સિલિન્ડરોના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો હતો. એક એપ્રિલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 268.50 વધારો થયો હતો.


કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનોવાળા વધુ કરે છે. હવે આ સિલિન્ડરના  ભાવમાં વધારો થતા તેમનું માસિક બજેટ પણ ખોરવાઈ શકે છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગો કે અન્ય શુભ પ્રસંગોમાં કેટરિંગવાળા પણ આ સિલિન્ડરનો ઉપયોગ કરે છે જેના કારણે આડકતરી રીતે આ ભાવ વધારો તમારા ઘરના બજેટ ઉપર પણ અસર કરી શકે છે. 


Uttar Pradesh: અઝાન વિવાદ બાદ હવે 'ગેરકાયદેસર મજારો'નો મુદ્દો ઉઠ્યો, જાણો શું છે મામલો


બીચ પર જાઓ તો સાવધાન...સમુદ્ર કિનારે મળે છે આવી ઢીંગલીઓ, વૈજ્ઞાનિકો છે ચિંતાતૂર જાણો કેમ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube