નવા દિલ્હી: દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019)ની વચ્ચે આમ આદમીના ખિસ્સા પર આંચકો લાગ્યો છે. પબ્લિક સેક્ટરની ઓઇલ કંપનીઓએ રસોઇ ગેસના ભાવમાં વધારો કર્યો છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 0.28 અને મુંબઇમાં 0.29 પૈસા વધી ગયા છે. તો સાબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હી અને મુંબઇમાં 6 રૂપિયા વધી ગયા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'બેકાર' બન્યા આવા Aadhaar કાર્ડ, હવે નહી લાગે કામ, UIDAI એ જાહેર કરી ચેતવણી


1 મેથી લાગૂ થયા નવા ભાવ
નવા ભાવ 1 મેથી લાગૂ થઇ ગયા છે. આગામી એક મહિના સુધી આ ભાવ યથાવત રહેશે. નવા ભાવ દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવ 496.14 રૂપિયા પ્રતિ સિલિન્ડર ચુકવવા પડશે. સાથે જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 712.50 રૂપિયા હશે. તમને જણાવી દઇએ કે 1 એપ્રિલથી પણ રસોઇ ગેસના ભાવ વધારવામાં આવ્યા હતા. એપ્રિલમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 25 પૈસાનો સામાન્ય વધારો કર્યો હતો. 

IIT સ્ટાર્ટ અપ દ્વારા નિર્મિત PURE EV મે મહિનામાં ઉતારશે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર


સબસિડી વિનાના સિલિન્ડરની કિંમત
શહેર  સિલિન્ડરની કિંમત (14.2 કિલો)
દિલ્હી- 712.50 રૂપિયા
કલકત્તા- 738.50 રૂપિયા
મુંબઇ- 684.50 રૂપિયા
ચેન્નઇ- 728.00 રૂપિયા

Xiaomi એ લોન્ચ કરી હવે ઇલેટ્રિક સાઇકલ, ફૂલ ચાર્જમાં દોડશે 120 KM, આટલી છે કિંમત


સબસિડીવાળા સિલિન્ડરની કિંમત
શહેર  સિલિન્ડરની કિંમત (14.2 કિલો)
દિલ્હી- 496.14 રૂપિયા
કલકત્તા- 499.29 રૂપિયા
મુંબઇ- 493.86 રૂપિયા
ચેન્નઇ- 484.02 રૂપિયા