IIT સ્ટાર્ટ અપ દ્વારા નિર્મિત PURE EV મે મહિનામાં ઉતારશે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર

આઇઆઇટી હૈદ્વાબાદ દ્વારા સહાયતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ પ્યોર ઇવીની યોજના આગામી મહિને દેશભરમાં વિજળીથી ચાલતા ટુ વ્હીલર વાહન ઉતારતવાની છે. પ્યોર ઇવીએ ભારતીય પરિસ્થિતિઓ મુજબ વાહનોના વિકાસ માટે રિસર્ચ અને ડેવલોપમેન્ટને 18,000 વર્ગ ફૂટમાં અતિઆધુનિક પ્લાન્ટ લગાવ્યા છે. કંપનીએ કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં તેમનો ટાર્ગેટ લક્ષ્ય દસ હજાર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ છે. પ્યોર ઇવી હૈદ્વાબાદના એક સ્ટાર્ટઅપ PuREnergy નો ભાગ છે, જે ઇ-વાહનો પર કામ કરી રહ્યા છે. 

IIT સ્ટાર્ટ અપ દ્વારા નિર્મિત PURE EV મે મહિનામાં ઉતારશે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર

નવી દિલ્હી: આઇઆઇટી હૈદ્વાબાદ દ્વારા સહાયતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ પ્યોર ઇવીની યોજના આગામી મહિને દેશભરમાં વિજળીથી ચાલતા ટુ વ્હીલર વાહન ઉતારતવાની છે. પ્યોર ઇવીએ ભારતીય પરિસ્થિતિઓ મુજબ વાહનોના વિકાસ માટે રિસર્ચ અને ડેવલોપમેન્ટને 18,000 વર્ગ ફૂટમાં અતિઆધુનિક પ્લાન્ટ લગાવ્યા છે. કંપનીએ કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં તેમનો ટાર્ગેટ લક્ષ્ય દસ હજાર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ છે. પ્યોર ઇવી હૈદ્વાબાદના એક સ્ટાર્ટઅપ PuREnergy નો ભાગ છે, જે ઇ-વાહનો પર કામ કરી રહ્યા છે. 

FAME India હેઠળ ઇ-વાહનોને પ્રોત્સાહન
તમને જણાવી દઇએ કે સરકારના પેટ્રોલિયમ ઇંધણની વધતી જતી કિંમતો અને પેટ્રોલિયમ ઇંધણના વાહનોથી થનાર પ્રદૂષણને જોતાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તેના માટે સરકારે ફેમ ઇન્ડીયા યોજના શરૂ કરી છે. આ યોજનાનો બીજો તબક્કો ચાલુ રહ્યો છે. આ યોજના માટે સરકારે 10,000 કરોડનું બજેટ નક્કી કર્યું છે. ફેમ ઇન્ડીયા અથવા ઇલેક્ટ્રિક વાહનો તથા તેના ઉત્પાદનને પ્રોત્સાહન હેઠળ 10 લાખ રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ પર વધુમાં વધુ કારખાનાના મૂલ્ય પર 20,000-20,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. 

5 લાખ રૂપિયા સુધીના ઇ-રિક્શાને પણ 50-50 હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. 35000 ઇલેક્ટ્રિક ફોર વ્હીલરને 1.5 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. દેશમાં અત્યાર સુધી 2.78 લાખ વાહનોનું વેચાણ થઇ ચુક્યું છે. આ ઇ-વાહનોથી દરરોજનું 52,000 લીટરથી વધુ પેટ્રોલિયમ ઇંધણની બચત કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news