Hurun Rich List: મહારાષ્ટ્રમાં રહે છે દેશના સૌથી વધુ સુપર રિચ, ત્યારબાદ દિલ્હી અને ગુજરાતનો નંબર
Hurun Rich List: મોટા રાજ્યો (મહારાષ્ટ્ર સિવાય) ગુજરાતમાં અલ્ટ્રા રિચ લોકોની સંખ્યા સૌથી વધુ 110 છે. સામૂહિક રૂપથી તે 10,31,500 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. ધનીકોની યાદીમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ સામેલ છે.
નવી દિલ્હીઃ દેશના સૌથી વધુ સુપર રિચ મહારાષ્ટ્રમાં રહે છે, ત્યારબાદ દિલ્હીનો નંબર છે. મહારાષ્ટ્રમાં 391 સુપર રિચ છે. 360 વન વેલ્શ અને હુરૂન ઈન્ડિયા દ્વારા જારી રાજ્યવ્યાપી વિશ્લેષમ અનુસાર રાજધાની દિલ્હીમાં 199 એવા લોકોના ઘર છે, જેની કુલ સંપત્તિ 30 ઓગસ્ટ, 2023 સુધી 1000 કરોડ રૂપિયાથી વધુ છે.
કુલ મળીને દિલ્હીમાં અતિ ધનવાનની પાસે 16,59,500 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં સૌથી ધનવાન એચસીએલના શિવ નાડર છે, જેની સંપત્તિ 2,28,900 કરોડ રૂપિયા છે. રિપોર્ટમાં જાણવા મળે છે કે દિલ્હીમાં મોટા ભાગના સુપર રિચ લોકોએ ઓટોમોબાઇલ અને ઓટો કંપોનેન્ટ સેક્ટરથી પૈસા બનાવ્યા છે.
મોટા રાજ્યો (મહારાષ્ટ્ર સિવાય) માં ગુજરાતમાં અલ્ટ્રા રિચ લોકોની સંખ્યા સૌથી વધુ 110 છે. સામૂહિક રૂપથી તે 10,31,500 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. આ સંપત્તિના લગભગ 50 ટકા રાજ્યના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણી પાસે છે. તે બીજા સૌથી ધનીક ભારતીય પણ છે.
આ પણ વાંચોઃ નવરાત્રિમાં સતત ઘટી રહ્યો છે સોનાનો ભાવ, આજે પણ કિંમત ઘટી, જાણો લેટેસ્ટ રેટ
ગુજરાત બાદ કર્ણાટકનો નંબર આવે છે. આ દક્ષિણી રાજ્ય 108 અતિ ધનીક લોકોનું ઘર છે, તેની પાસે કુલ મળીને 6,91,200 રૂપિયાની સંપત્તિ છે. અહીં સૌથી ધનીક વ્યક્તિ આરએમઝેડ કોર્પના અર્જુન મેંડા છે. આ આ યાદીમાં તે નવા વ્યક્તિ છે, તો ત્યારબાદ ઝેરધાના સીઈઓ નિતિન કામથનું સ્થાન છે, જેની સંપત્તિમાં એક વર્ષમાં 46 ટકાનો વધારો થયો છે. ત્યારબાદ ઈન્ફોસિસના સહ-સંસ્થાપક સેનાપતિ ક્રિસ ગોપાલકૃષ્ણનનો નંબર આવે છે.
તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં કુલ મળી 105 અતિ ધનીક લોકો છે, જ્યારે તમિલનાડુમાં 103 સુપર રિચ છે. તમિલનાડુના ધનીકોની પાસે કુલ મળી 4,53,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ એવું એકમાત્ર રાજ્ય છે, જ્યાં સૌથી ધનીક વ્યક્તિ એક મહિલા છે, તેનું નામ રાધા વેમ્બૂ છે જે ઝોહો કોર્પોરેશનના સહ-સંસ્થાપક છે.
રાજ્યમાં બીજા સૌથી વધુ ધનીક વ્યક્તિ રાધા વેમ્બૂના ભાઈ શ્રીધર વેમ્બૂ છે, ત્યારબાદ સન ટીવીના કલાનિધિ મારનનો નંબર છે.
આ પણ વાંચોઃ 1 લાખના બનાવી દીધા 12.49 કરોડ રૂપિયા, બજારની તેજી-મંદીમાં આ સ્ટોકે ભરી ઉડાન
કેરલ 3,60,500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 31 સુપર રિચ લોકોનું ઘર છે. તેમાં સૌથી વધુ ધનીક અમીર લુલુ ગ્રુપના યૂસુફ અલી એમએ છે. તેમના જમાઈ શમશીર વાયલિલ કેરલના બીજા સૌથી ધનીક વ્યક્તિ છે. વાયલિલ બુર્જીલ હોલ્ડિંગ્સના સંસ્થાપક અને અધ્યક્ષ છે અનને ધનીકોની યાદીમાં પ્રથમવાર પ્રવેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube