નવી દિલ્હી: જો તમે આ તહેવારની સીઝનમાં મહિન્દ્રાની કોઇ પણ એસયુવી અથવા તો કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખુશીના સમાચાર સાબિત થઇ શકે છે. જાણતી એસયુવી નિર્માતા કંપીની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તહેવારોની સિઝનમાં ગ્રાહકોને 9.50 લાખ સુધીનુ ડિસ્કાઉન્ડ ઓફર કરી રહી છે. મહિન્દ્રા તેની એસયુવી રેક્સચન આરએક્સ7ને થી લઇને કેયુવી 100 સુધી ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ ઓફર આપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિન્દ્ર રેક્સટન આરએક્સ 7
જો તમે આ તહેવારોની સિઝનમાં દમદાર એસયુવી ખરીદવાની ઇચ્છા ધરાવો છો, અને મહિન્દ્રા રેક્સન આરએક્સ 7 તમારી પસંદ છે, તો આ તહેવારની સિઝનમાં તમને બંપર ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ એસયુવી પર મહિન્દ્ર 9.5 લાખ રૂપિયા સુધીનં મહત્તમ ડિસ્કાઉન્ટ આપી રહી છે,જેમાં 9 લાખ રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 50 હાજાર રૂપિયા સુધીનું  એક્સચેન્જ ઓફરને સામેલ કરવામાં આવી છે. ખરેખર તો મહિન્દ્રા જલ્દી જ એક્સયુવી 700 લોન્ચ કરવા જઇ રહ્યું છે. અને આ પહેલા રેક્સટન આરએક્સ 7 નો સ્ટોક વહેલી તકે પૂરો કરવા માંગે છે.


 


મહિન્દ્રા કેયુવી 100
મહિન્દ્રાની સોથી નાની અને ઓછા સમયમાં જલદી લોકપ્રિય બનેલી એસયુવી કેયુવી 100 પર મહત્તમ 58,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેના 2 વેરિએન્ટ પર 20000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જ્યારે કે4+ પેટ્રોલ વેરિએન્ટ પર 26,000 રૂપિયા અને કે4+ ડીઝલમાં 29,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, કે 6+ અને કે 8 મોડલમાં 43,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે જૂની કાર સાથે એક્સચેન્જ કરવા પર તમને 28,750 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ તમને મળી શકે છે.



મહિન્દ્રા ટીયુવી 300 
મહિન્દ્રા ટીયુવી 300 પર તહેવારોની સિઝનમાં કુલ 58,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટનો ફાયદો થઇ શકે છે. જેમાં 38,000 રૂપિયા કૈશ ડિસ્કાઉન્ટ સિવાય 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસનો પણ સમાવેશ થાય છે. આ સિવાય 5,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટની પણ ઓફર આપવામાં આવી રહી છે.  


મહિન્દ્રા સ્કોર્પીયો
મહિન્દ્રા સ્કોર્પીયો 15 વર્ષથી પણ વધારે સમયથી લોકોની પસંદી એસયૂવી બની રહેનારી કાર છે. આ કાર પર કુલ મળીને 85,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મહિન્દ્રા સ્કોર્પીયોના એસ 7, એસ5 અને એસ 11 વેરિએન્ટ પર 40,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ સિવાય 25,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ અને 5,500 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 



મહિન્દ્રા એક્સયુવી 500 
નવી મહિન્દ્રા એક્સયુવી તેના સેગમેન્ટમાં સૌથી લોકપ્રિય કાર છે. આ કાર જીપ કંપાસ જેવી એક્સયુવીને સીધી ટક્કર આપી રહી છે. આમા કુલ 45,000 રૂપિયાનો લાભ મળી રહ્યો છે. જેમાં 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 25,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 10,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો પણ સમાવેશ થાય છે.