મુંબઈ : દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે. SBIએ કહ્યું છે કે વધતી છેતરપિંડીની ઘટનાઓ વચ્ચે ગ્રાહકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ છેતરપિંડી માત્ર ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નહીં પણ એટીએમ મારફત થાય છે. SBIએ પોતાના ગ્રાહકોને એકાઉન્ટ સેફ રાખવાની સલાહ આપી છે. સ્ટેટ બેંકે એલર્ટ જાહેર કર્યું છે કે ગ્રાહક એવી કોઈ ભુલ ન કરે જેનાથી એકાઉન્ટ ખાલી થઈ જાય. બેંકે નીચેના મુદ્દે ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી છે. 


1. SBIની સુચના પ્રમાણે ગ્રાહકોએ પબ્લિક ડિવાઇસ, ઓપન નેટવર્ક તેમજ ફ્રી વાઇ-ફાઇ ઝોનથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ન કરવા જોઈએ. પબ્લિક ડિવાઇસનો ઉપયોગ કરવાથી ગ્રાહકની ખાનગી જાણકારી લીક થવાનો ખતરો રહે છે. 
2. બેંકે જણાવ્યું છે કે કોઈને તમારો OTP (વન ટાઇમ પાસવર્ડ), પિન નંબર કે પછી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો CVV નંબર ન જણાવવો જોઈએ. મોટાભાગની છેતરપિંડી આ નંબર માગતા ફ્રોડ કોલથી જ થાય છે. 
3. ક્યારેય પોતાના બેંક એકાઉન્ટ કે પછી ઓનલાઇન બેંકિંગની જાણકારી ફોનમાં સેવ કરીને ન રાખો. આનાથી જાણકારી લીક થવાનો ડર રહે છે. 
4. SBIના નિર્દેશ પ્રમાણે પોતાના એટીએમનો વપરાશ પોતે જ કરવો જોઈએ. બીજાને પોતાનું કાર્ડ કે પછી એની ડિટેલ આપવી જોઈએ નહીં. આા કારણે છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે. 


SBIએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી શેયર કરી છે કે એ ગ્રાહક પાસેથી ક્યારેય પણ યુઝર આઇડી, પીન, પાસવર્ડ, સીવીવી, ઓટીપી તેમજ વીપીએ જેવી સંવેદનશીલ જાણકારી નથી માગતી. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...