નવી દિલ્હી : બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયની જાહેરાત થઇ ચુકી છે. કેન્દ્ર સરકારે બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલય પર મંજૂરીની મહોર મારી દીધી છે. સરકારનાં આ નિર્ણયની સાથે જ એસબીઆઇની સહયોગી બેંકોના વિલય બાદ બેંકિંગ ક્ષેત્રનું આ બીજુ સૌથી મોટુ વિલય ગણાશે. આ નવી બેંક 1 એપ્રિલથી કામ કરવા લાગશે. આ નિર્ણયની માહિતી આપતા નાણા સચિવ રાજીવ કુમારે કહ્યું કે, અને દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાના વિલયનો નિર્ણય લીધો છે. ત્રણ બેંકોના મર્જર પછી બનનારી બેંક દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક હશે અને એની પાસે ભરપુર પુંજી હ શે. આ સંજોગોમાં બેંક ગ્રાહકનો આકર્ષવા માટે અનેક યોજના લોન્ચ કરી સકે છે. આ વિલયને કારણે બેંકો પાસે ગ્રાહકોની સંખ્યા વધશે અને બેંક માટે પણ ગ્રાહક સુધી પહોંચવાનું સરળ બની જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયથી ગ્રાહકો માટે સેવાનો વ્યાપ વધી જશે. દક્ષિણ ભારતમાં વિજયા બેંકની મજબૂત પકડ છે જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બેંક ઓફ બરોડાનું સારું નેટવર્ક છે. આ સંજોગોમાં ત્રણેય બેંકોના ગ્રાહકોને આખા ભારતમાં સરળતાથી સેવા મળી શકશે. ગયા વર્ષે સરકારે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકમાં તેની પાંચ સહયોગી બેંક તેમજ ભારતીય મહિલા બેંકનો વિલય કર્યો હતો. આ પછી સ્ટેટ બેંકનો સમાવેશ દુનિયાની ટોચની 50 બેંકોમાં થઈ ગયો છે. 


મળતી માહિતી પ્રમાણે ત્રણ બેંકોના વિલય મામલે બેંકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આ મહિને બેઠક થશે અને એમાં મર્જરની યોજના બનાવવામાં આવશે. આ બેંકોની વિલયની પ્રક્રિયા જ્યાં સુધી પુરી નહીં થાય ત્યાં સુધી ત્રણેય બેંકો પહેલાંની જેમ સ્વતંત્ર રીતે જ કામ કરશે. વિલય પછી જ બેંકનું નવું નામ પણ વિચારવામાં આવશે. 
 
બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...