આ VIDEO તમારા શ્વાસ રાંકી દેશે! ટ્યૂશન જતા વિદ્યાર્થીને ડમ્પરચાલકે ફૂટબોલની જેમ ઉછાડ્યો

સુરતના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને ગોળીની સ્પીડે અડફેટે લીધો હતો. ત્યારબાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ VIDEO તમારા શ્વાસ રાંકી દેશે! ટ્યૂશન જતા વિદ્યાર્થીને ડમ્પરચાલકે ફૂટબોલની જેમ ઉછાડ્યો

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે નોંધાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત અને તેના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. સુરતના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને ગોળીની સ્પીડે અડફેટે લીધો હતો. ત્યારબાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જીગ્નેશભાઈ ઈશ્વરભાઈ માથોળીયા પરિવાર સાથે રહે છે. કંસ્ટ્રકશન કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક દીકરો નામે વેદાંત ઉ.વ.13 છે. જે ગૌરવપથ રોડ ખાતે આવેલ એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં ધોરણ-8 માં અભ્યાસ કરે છે. વેદાંત ઘરેથી તેની સાઈકલ લઈ ગૌરવપથ રોડ બેલેજીયમ હબ ખાતે પ્રિન્સ એકેડમી ખાતે ટ્યુશન જવા નીકળ્યો હતો.

વેદાંત બપોરના સવા ત્રણેક વાગ્યાના અરસામાં પાલ ગૌરવપથ રોડ એપેક્ષ હોસ્પીટલ ચાર રસ્તા પાસે પહોંચ્યો હતો. તે વખતે એક ડમ્પર ટ્રક (GJ -21-W-2747) ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હંકારી વેદાંતની સાઈકલ સાથે એકસીડન્ટ કરી ભાગી ગયો હતો. વેદાંતને જમણા પગના જાંઘના ભાગે ઈજા, કપાળના ભાગે ઘસરકાની ઈજા થતાખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જમણા પગના જાંઘના ભાગે ફેકચર થયું હતું.

— Zee 24 Kalak (@Zee24Kalak) November 17, 2024

આ અકસ્માત સીસીટીવી માં કેદ થઈ ગયો છે. જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સિગ્નલ બંધ થઈ ગયું હોવા છતાં પણ દમ પર ચાલક પુરપાટ ઝડપે આવે છે. દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઊભો હોય છે તે ખોલી ગયો હોવાથી તે સાયકલ લઈને પસાર થવાનો પ્રયાસ કરે છે ત્યારે ડમ્પર ચાલક આવીને તેને ફૂટબોલની જેમ ફગાવી દે છે. આમ હમ લે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગણતરીના કલાકોમાં જ પાલ પોલીસ દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે. 

સુરત શહેરમાં ડમ્પરચાલકો બેફામ બનીને ફરી રહ્યા છે. આગળ પણ ડમ્પર ચાલકોએ અકસ્માત કરતા ઘણા લોકોએ રોક પણ બનવું પડ્યું છે. ત્યારે પાલ વિસ્તારમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને લીધો હતો જોકે તેને ગંભીર ઇજાવત થઈ હતી. જેથી રામ રાખે તેને કોણ ચાખે તેઓ આ કિસ્સો બની ગયો છે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news