ભારત-પાકિસ્તાન વચ્ચે બદલાની આગ પણ અમેરિકા-ચીન પકાવી રહ્યા છે અલગ જ ખીચડી
પુલવામાના અટેક પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે બિઝનેસની તકોમાં મોટા પરિવર્તન આવ્યા છે
મુંબઈ : પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વ્યવસાયિક સંબંધો સાવ બગડી ગયા છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર દબાણ વધારવા માટે ચારેતરફથી તેને ઘેરવાનું ચાલુ કરી દીધું છે. હૂમલાનાં એક દિવસ બાદથી જ ભારતે પાકિસ્તાનનાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો હતો. ત્યાર બાદ હવે પાકિસ્તાન પર વ્યાપારીક સકંજો કસતા ભારતે ત્યાંથી આયાત થનારા તમામ સામાન પર સીમા શુલ્ક વધારીને 200 ટકા સુધી વધારી દીધું છે. ભારતનાં આ પગલાથી કંગાળ થવાની અણી પર ઉભેલ પાકિસ્તાનને આર્થિક ફટકો પડશે. અહીં તે જણાવવું ખુબ જ જરૂરી છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે 2012ના આંકડા અનુસાર આશરે 2.60 બિલિયન ડોલરનો વ્યાપાર થાય છે. એવામાં પાકિસ્તાનને ભારત સાથે વ્યાપારીક દ્રષ્ટીએ ઘણુ મોટુ નુકસાન ઉઠાવવું પડશે.
RBIનું મોટું Alert : આ એપ ભુલથી પણ ડાઉનલોડ થશે તો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ
ભારત અને પાકિસ્તાનના વ્યવસાયિક સંબંધો ડામાડોળ છે ત્યારે ચીન અને અમેરિકા વચ્ચે નવા જ સંબંધોની શરૂઆત થઈ રહી છે. ગુરુવારે બંને દેશો વચ્ચે વેપારના મામલે ઉચ્ચસ્તરીય બેઠક શરૂ થઈ હતી. હવે બધાની નજર અમેરિકન અધિકારીઓ તેમજ જિનપિંગની બેઠક પર ટકેલી છે.
ગુરુવારે યોજાયેલી બેઠક લહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીન સાથે વેપારના મુદ્દે હકારાત્મક રીતે વાતચીત ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 1 માર્ચ સુધી બિઝનેસને લગતા તમામ મુદ્દાઓ ઉકેલી લેવાશે. જો આ મુદ્દે સારી એવી પ્રગતિ નોંધાશે તો એની સીમા વધારી શકાશે. નોંધનીય છે કે અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરને કારણે ગયા વર્ષે ઇન્ટરનેશનલ મોનીટરી ફંડે ચેતવણી આપી હતી કે આના કારણે દુનિયા કંગાળ થઈ જશે.