RBIનું મોટું Alert : આ એપ ભુલથી પણ ડાઉનલોડ થશે તો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ

હાલમાં રિઝર્વ બેંક દ્વારા સરક્યુલર જાહેર કરવામાં આવ્યો છે

RBIનું મોટું Alert : આ એપ ભુલથી પણ ડાઉનલોડ થશે તો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ

મુંબઈ : જો તમને સોશિયલ મીડિયા કે પછી અન્ય કોઈ માધ્યમથી એક મોબાઇલ એપ AnyDesk (એનીડેસ્ક‍) ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવે તો ક્યારેય એવું ન કરવું જોએ. હકીકતમાં આ એપ ડાઉનલોડ કર્યા પછી તમારું બેંક એકાઉન્ટ ગમે ત્યારે ખાલી થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આ મામલે એક ચેતવણી જાહેક કરી છે. AnyDesk એક એવું સોફ્ટવેર છે જે તમારા મોબાઇલ કે લેપટોપ મારફતે બેંક એકાઉન્ટથી લેવડદેવડ કરે છે.

ભારતીય રિઝર્વ બેંકે આ એપ ડાઉનલોડ કરવા માટે એક ચેતવણી જાહેર કરી છે. RBIનું કહેવું છે કે આ એપ ડાઉનલોડ કર્યા પછી ડિવાઇસ પર યુઝરનો કોઈ કંટ્રોલ નથી રહેતો. સાઇબર અપરાધીઓ આના મારફતે વિશ્વની કોઈપણ જગ્યાથી ડિવાઇસથી રિમોટલી એક્સેસ કરીને બેંકનું ખાતું સાફ કરી શકે છે. UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ સિસ્ટમ) મારફતે વધતી છેતરપિંડીના પગલે આરબીઆઇએ લોકોને જાગૃત કરવાના પગલાના ભાગરૂપે આ ચેતવણી જાહેર કરી છે. 

આ AnyDesk ડાઉનલોડ કર્યા પછી યુઝરના ડિવાઇસ પર એક 9 આંકડાનો એપ કોડ જનરેટ થાય છે અને સાયબર અપરાધી કોલ કરીને યુઝર પાસેથી બેંકના નામે આ કોડ માગે છે અને કોડ મળી જાય એ પછી યુઝરનું ડિવાઇસ હેક કરીને તેનું બેંક ખાતું સાફ કરી નાખે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news