નવી દિલ્હી : તાતા મોટર્સની બહુચર્ચિત નાની કાર નેનોની યાત્રા પર પુર્ણવિરામ મૂકવાની હિલચાલ ચાલી રહી છે. જૂન મહિનામાં માત્ર એક નેનો કારનું નિર્માણ થયું હતું. જોકે કંપનીનો દાવો છે કે નેનોનું ઉત્પાદન રોકવા મામલે કોઈ ઔપચારિક નિર્ણય નથી લેવામાં આવ્યો. રતન તાતાના સપના તરીકે ગણાવાયેલી આ કારના વળતા પાણી છે. જૂન મહિનામાં માત્ર  ત્રણ નેનો કારનું વેચાણ થયું છે. તાતા મોટર્સે શેરબજારને પણ સૂચના આપી છે કે જૂન મહિનામાં નેનોની કોઈ નિકાસ નથી કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂન, 2018માં એક જ નેનોનું નિર્માણ થયું છે અને ત્રણ જ નેનો કારનું વેચાણ થયું છે. જૂન, 2017માં કુલ 275 નેનો કારનું નિર્માણ થયું હતું જ્યારે 167 નેનોનું વેચાણ થયું છે. તાતા મોટર્સના એક પ્રવક્તાએ કહ્યું છે કે હાલની પરિસ્થિતિમાં નેનોનું ઉત્પાદન 2019 પછી ચાલુ નહીં રાખી શકાય અને નવા રોકાણની જરૂર પડી શકે છે. આ મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 


વેચાણ ઓછું થવાના પગલે તાતા પહેલાં જ ઇન્ડિકા તેમજ ઇંડિગો બંધ કરવાની ફરજ પડી ચૂકી છે અને નેનો બંધ થવા માટે પણ આ કારણ જ જવાબદાર છે. 2018માં આ કારના માત્ર 1851 યુનિટ્સનું વેચાણ થયું છે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા કરો ક્લિક..