નવી દિલ્હી : નોકરિયાત લોકો માટે મોટા સમાચાર છે. આવનારા દિવસોમાં તમારા હાથમાં આવતા પગારમાં મોટો બદલાવ આવી શકે છે. મોદી સરકાર હાલમાં પગાર માટેના નિયમમાં મોટો ફેરફાર કરવાનું આયોજન કરી રહી છે. સરકાર ચોમાસુ સત્રમાં 'કોડ ઓન વેજ'નો સંશોધિત પ્રસ્તાવ લાવી શકે છે અને એના અંતર્ગત સરકાર તમને મળતા હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને એલટીએ જેવા ભથ્થાઓમાં મહત્તમ સીમા નક્કી કરી શકે છે. જો આવું થશે તો દર મહિને તમારા ખાતામાં આવતી ઇન હેન્ડ સેલરી ઓછી થઈ જશે અને તમારા ટેક્સની જવાબદારી વધી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર પગારના નિયમોમાં બદલાવ લાવી શકે છે. આ માટે કોડ ઓન વેજનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આ્વ્યો છે. મોનસુન સત્રમાં આ પ્રસ્તાવ પાસ કરાવવાની યોજના છે. આના કારણે કોસ્ટ ટૂ કંપની (સીટીસી)માં બેસિક વધી શકે છે. આ સિવાય HRA, LTA અને અન્ય ભથ્થાંની અધિકતમ સીમા નક્કી કરાય એવી શક્યતા છે. 


સરકાર ઇચ્છે છે કે લોકોને આર્થિક સુરક્ષાની તાકત મળે. આ કારણે જ સરકાર બેસિકનો હિસ્સો વધારવા પર ભાર મુકી રહી છે. આના કારણે બેસિક પ્રમાણે કપાતી ગેચ્યુટી, પીએફ અને ઇ્ન્શ્યોરન્સની રકમમાં હિસ્સેદારી વધી જશે. પ્રસ્તાવમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભથ્થાંની કુલ રકમ મૂળ રકમના 50 ટકાથી વધારે ન હોવું જોઈએ. આના કારણે તમારા ખાતામાં આવતી ઇન હેન્ડ સેલરી ઘટશે જેની સીધી અસર તમારા સેવિંગમાં જોવા મળશે પણ ટેક્સની જવાબદારી પણ વધી જશે. 


લોકસભામાં આ ખરડાનો ડ્રાફ્ટ અગસ્ટ, 2017માં રજૂ કરવામાં આ્વ્યો હતો. આ પછી એને સમીક્ષા માટે સિલેક્ટ સમિતિ પાસે મોકલી દેવામાં આ્વ્યો હતો. હવે ફરીથી આ મામલે ચર્ચા શરૂ થઈ ગઈ છે.


બિઝનેસના લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...