22 જાન્યુઆરીથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, શનિ અને યમ બનાવશે અર્ધકેન્દ્ર યોગ, કરિયરમાં પ્રગતિ અને ધનલાભનો યોગ

Shani Pluto Ardhakendra Yog: 22 જાન્યુઆરીએ સવારે 9 કલાક 24 મિનિટ પર શનિ અને યમ એકબીજાથી 45 ડિગ્રી પર હશે, જેનાથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી જવાનું છે.

અર્ધકેન્દ્ર યોગ

1/6
image

કર્મફળદાતા શનિ નવગ્રહમાંથી ખુબ મહત્વપૂર્ણ ગ્રહ છે, જે જાતકોને કર્મ પ્રમાણે ફળ આપે છે. તે એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. તેવામાં એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં આશરે 30 વર્ષનો સમય લાગી જાય છે. તો બીજી તરફ પ્લૂટો જેને યમ ગ્રહ માનવામાં આવે છે. નવગ્રહમાં ન હોવા છતાં તેની અસર દરેક રાશિના જીવનમાં જરૂરને જરૂર પડે છે. મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ સવારે 9 કલાક 24 મિનિટ પર શનિ અને યમ એકબીજાથી 45 ડિગ્રી પર હશે, જેનાથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ બનવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે, જાણો કઈ રાશિઓને લાભ થશે.  

2/6
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે પ્લૂટો મકર રાશિમાં બિરાજમાન છે. તે એક રાશિમાં આશરે 17-18 વર્ષ સુધી રહે છે. 1 નવેમ્બર 2021ના પ્લૂટોએ મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો અને હવે 27 માર્ચ 2039 સુધી આ રાશિમાં રહેશે.  

કન્યા રાશિ

3/6
image

આ રાશિના જાતકો માટે શનિ અને પ્લૂટોએ બનાવેલો અર્ધકેન્દ્ર યોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા હાસિલ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. સાથે સંતાન પક્ષ તરફથી ખુશખબર મળી શકે છે. નોકરીની નવી ઓફર મળી શકે છે. રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમય કરવું લાભદાયક સાબિત થઈ શકે છે.   

તુલા રાશિ

4/6
image

આ રાશિના જાતકો માટે અર્ધકેન્દ્ર યોગ લાભદાયક સાબિત થશે. આધ્યાત્મ તરફ ઝુકાવ વધુ રહેશે. તેવામાં તમે ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકો છો. ભવન,  ભૂમિ, વાહનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં અપાર સફળતાનો યોગ બની રહ્યો છે. આ સાથે તમને પૈસા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે.   

મીન રાશિ

5/6
image

પ્લૂટો-શનિનો બનેલો અર્ધકેન્દ્ર યોગ મીન રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેશે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા હાસિલ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ થઈ શકે છે. તમે તમારી વિચાર શક્તિથી ઘણા ક્ષેત્રોમાં સફળતા હાસિલ કરી શકો છો. બિઝનેસમાં કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. આ સાથે તમે ખુબ સફળતા હાસિલ કરશો. આ દરમિયાન તમારા બેંક બેલેન્સમાં વધારો થશે.

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.