Easy ways to make money Online in India:  ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવવા? ઘરે  બેઠા ઓનલાઈન કમાણીની ટિપ્સ, આ એવા કિવર્ડ્સ છે જેને Google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. How to make money online સર્ચ કરનારાઓની સંખ્યા રોજની લગભગ 6 હજાર છે. આવામાં આટલા પોપ્યુલર કિવર્ડ દ્વારા તમે પણ કમાણીની તક શોધી શકો છો. અનેક એવી કંપનીઓ છે જે તમને ઘરે બેઠા કમાણી કરવાની તક આપે છે. દર મહિને 25,000 રૂપિયાથી 30,000 રૂપિયા જેટલું કમાઈ શકો છો. જાણો આવી જ કેટલીક ટિપ્સ વિશે જેનાથી તમે પણ પૈસા કમાવવાના શરૂ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. પર્સનલ ફાઈનાન્સ એડવાઈઝર
પર્સનલ ફાઈનાન્સ એડવાઈઝર બનીને કમાણી થઈ શકે છે. આ માટે તમારી પાસે એક લેપટોપ, અને ઈન્ટરનેટ હોવું જોઈએ. અનેક મોટી મોટી કંપનીઓ તેમાં સામેલ છે. જેમાં તમારે ક્લાયન્ટને મળવાનું, ટ્રાવેલિંગ અને કોન્ફરન્સ એટેન્ડ  કરવાની હોય છે. તમે ક્લાયન્ટ્સને ફાઈનાન્શિયલ એડવાઈઝ આપી શકો છો. આ માટે કેટલીક ફાઈનાન્શિયલ ફર્મ્સ ઓનલાઈન ફ્રીલાન્સિંગ કરાવે છે. જેમાં દર મહિને 27,000 રૂપિયા જેટલું કમાઈ શકો છો. કંપની સાથે જોડાવવા માટે તમારી પાસે પ્રોફેશનલ ડિગ્રી હોવી જરૂરી છે. આ કામ સારી ક્રિએટિવ સ્કિલ ઉપર પણ નિર્ભર કરે છે. 


2. એપ્લિકેશન સોફ્ટવેર ડેવલપર
નવા નવા ફિચર્સના સ્માર્ટફોન, લેપટોપ, ટેબ વગેરે લોન્ચ થતા રહે છે. આવામાં એપ્સ અને સોફ્ટવેર ડેવલપર્સની ખુબ ડિમાન્ડ રહે છે. જો તમે તેમાં કાર્યરત છો તો ઓનલાઈન એપ ડેવલમેન્ટ દ્વારા પૈસા કમાઈ શકો છો. કેટલીક કંપનીઓ એવા પ્રોજેક્ટ્સ આપે છે. તેના દ્વારા તમે દર મહિને 20,000 થી લઈને 30,000 રૂપિયા કમાણી કરી શકો છો. સૌથી વધુ જરૂરી છે ક્રિએટિવ સ્કિલ. નવા સોફ્ટવેર ડેવલપિંગ આઈડિયા, નવી એપ્લિકેશન ડિઝાઈન અને પ્રોગ્રામ્સ, ફીચર્સ જનરેટ કરી શકો છો. 


SBI કાર્ડે આપ્યો મોટો ઝટકો, હવે 99 રૂપિયાની જગ્યાએ 1999 રૂપિયા લાગશે ચાર્જ


એક લાખના રોકાણ પર દર મહિને આવશે 10 લાખ રૂપિયા, નોકરી છોડો અને આ ધંધો કરો!


આ રાજ્યમાં લોકો ભલે કરોડો કમાણી કરે પણ નથી ભરવો પડતો આવકવેરો, કારણ ખાસ જાણો


3. ઓનલાઈન એકાઉન્ટ
ઓનલાઈન એકાઉન્ટનું કામ સૌથી વધુ ડિમાન્ડમાં રહે છે. કંપનીઓ સાથે ટાઈઅપ કરીને તેમના એકાઉન્ટ્સ હેન્ડલ કરી શકો છો. ઘરે બેઠા તમે કોઈ પણ કંપનીનું એકાઉન્ટ ઓનલાઈન સંભાળી શકો છો. આ માટે કંપનીઓ દર મહિને 15,000 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા આપે છે. આ માટે લેટેસ્ટ એકાઉન્ટિંગ સોફ્ટવેરની જાણકારી હોવી જરૂરી છે. અનેક એકાઉન્ટિંગ સોફ્ટવેર ઓનલાઈન હાજર છે. 


4. ગ્રાફિક ડિઝાઈનર
આજકાલ ખુબ ડ્રેન્ડ અને ખાસ કરીને મીડિયા હાઉસ, ફિલ્મ અને એડ એજન્સીઓમાં તેની ખાસ્સી ડિમાન્ડ છે. અહીં તમે પ્રોજેક્ટ પ્રમાણે ફ્રીલાન્સ કામ કરી શકો છો. આ માટે 10,000 રૂપિયાથી 18,000 રૂપિયા મહિના સુધી ચાર્જ કરવામાં આવતો હોય છે. તમને ગ્રાફિક ડિઝાઈનિંગ સંલગ્ન લેટેસ્ટ સોફ્ટવેરની પણ જાણકારી હોવી જરૂરી છે. ક્રિએટિવ સ્કિલ દ્વારા તમે અનેક કંપનીઓ માટે એક સાથે કામ કરી શકો છો. 


5. માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ
કોર્પોરેટ સેક્ટરમાં આ ખુબ ડિમાન્ડવાળો સબ્જેક્ટ છે. માર્કેટ રિસર્ચ એનાલિસ્ટનું કામ ઓનલાઈન કોઈ કંપની સાથે ટાઈઅપ કરીને કરી શકાય છે. આ માટે કંપનીના પ્રોડક્ટ, ક્વોલિટી અને રેટમાં ગ્રાહકોના મત જાણીને ડેટા આપવાનો હોય છે. તેને પાર્ટ ટાઈમ પણ કરી શકાય છે. MHI ગ્લોબલ, ઓરબિટ્ઝ વર્લ્ડવાઈડ જેવી કંપનીઓ સાથે જોડાઈને પૈસા કમાઈ શકાય છે. રિસર્ચ કરીને કંપનીને ડેટા અને ગ્રાહકોનો ફીડબેક આપવાનો હોય છે. આ માટે 30,000 રૂપિયા દર મહિને કમાણી થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube