Congress PC Updates: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પાર્ટીના બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા છે. સત્તાધારી પાર્ટીએ આ એટલા માટે કર્યું છે, જેથી કોંગ્રેસ ચૂંટણી લડી શકે નહીં. ગુરૂવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પત્રકાર પરિષદ કરતા ખડગેએ કહ્યું કે આપણે લોકતંત્ર બચાવવું છે અને બધાને એક સમાન તક મળવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે સરકારનો દેશના સંસાધનો, મીડિયા અને બંધારણીય તથા ન્યાયિક સંસ્થાઓ પર કંટ્રોલ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. ભારત પોતાના લોકતાંત્રિક મૂલ્યો માટે જાણીતું છે. દરેક નાગરિક મત આપવા માટે ઉત્સુક રહે છે. અત્યાર સુધી નિષ્પક્ષ ચૂંટણી થતી આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે સત્તામાં રહેલી ભાજપ સરકારનો સંસાધનો, મીડિયા, બંધારણીય તથા ન્યાયિક સંસ્થાઓ પર કબજો થઈ ગયો છે. બધા પક્ષોને એક સમાન તક મળી રહી નથી.



કોંગ્રેસનું એકાઉન્ટ થઈ ગયું ફ્રીઝ, સત્તાધારી પાર્ટીનો ખતરનાક ખેલઃ ખડગે
કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઇલેક્ટોરલ બોન્ડની જે વિગત માગી હતી, તે ચોંકાવનારી છે અને શરમજનક છે. તેના કારે દેશની છબીને નુકસાન પહોંચાડ્યું છે. છેલ્લા 70 વર્ષોમાં નિષ્પક્ષ ચૂંટણી થઈ છે. સ્વસ્થ લોકતંત્રની છબી બનાવી હતી, પરંતુ આજે તેના પર સવાલો ઉભા થયા છે. 


તેમણે કહ્યું કે વર્તમાન સરકારે હજારો કરોડ રૂપિયાથી પોતાનું એકાઉન્ટ ભર્યું છે. બીજીતરફ અમારૂ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું, જેથી અમે પૈસાના અભાવમાં ચૂંટણી ન લડી શકીએ. આ સત્તાધારી પાર્ટીનો ખતરનાક ખેલ છે. તેની દૂરગામી અસર થશે. લોકતંત્ર બચાવવું છે તો બધાને એક સમાન તક મળવી જોઈએ.