નવી દિલ્હી: Gold Hallmarking Latest News Update: ગોલ્ડ હોલમાર્કિંગના નિયમો આજથી સમગ્ર દેશમાં એકસાથે લાગૂ નહીં થાય. અગાઉ જેમ જણાવ્યું હતું કે જ્વેલર્સે સરકારને કહ્યું છે કે તેઓ હાલ તેને સંપૂર્ણ રીતે લાગૂ કરવા માટે તૈયાર નથી. આ કડીમાં મગંળવારે સાંજે વાણિજ્ય અને ગ્રાહકોના મામલાના મંત્રી પિયુષ ગોયલ અને જ્વેલર્સ વચ્ચે એક બેઠક થઈ. બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા. જેમાં નક્કી થયું કે તેને એક સાથે લાગૂ નહીં પણ અનેક તબક્કામાં લાગૂ કરાશે. બીજું એ કે નાના જ્વેલરી ટ્રેડર્સને Gold Hallmarking ના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સાથે નહીં પરંતુ તબક્કાવાર લાગૂ થશે Gold Hallmarking
પિયુષ ગોયલે બેઠકમાં જાહેરાત કરી કે પહેલા તબક્કામાં એટલે કે 16 જૂનથી દેશના 256 જિલ્લામાં જ અનિવાર્ય હોલમાર્કિંગ લાગૂ થશે. જ્યાં હોમાર્કિંગ સેન્ટર્સ પહેલેથી જ છે. તમામ જ્વેલરી ટ્રેડર્સને પોતાની પાસે પડેલા જૂના સ્ટોક પર હોલમાર્કિંગ માટે સરકારે 2 મહિના સુધીનો એટલે કે 1 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધીમાં તેમણે જૂના સ્ટોક પર હોલમાર્કિંગ કરાવી લેવાનું રહેશે. આ દરમિયાન કોઈ પણ વેપારી વિરુદ્ધ કોઈ દંડ કે દંડાત્મક કાર્યવાહી કરાશે નહીં. 


Driving License માટે 1 જુલાઈથી નવા નિયમ, હવે ટેસ્ટ આપ્યા વગર જ મળી જશે લાયસન્સ!, જાણો કેવી રીતે? 


નાના જ્વેલર્સને રાહત
તમામ જ્વેલરી ડીલર્સે ફક્ત વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેને રેન્યૂ કરાવવાની પણ જરૂર નહીં રહે અને તે બિલકુલ ફ્રી રહેશે. આ ઉપરાંત કુંદન, પોલ્કી જ્વેલરી અને જ્વેલરીવાળી ઘડિયાળો હોલમાર્કિંગના દાયરામાંથી બહાર રહેશે. આ સાથે જ 40 લાખ સુધી વાર્ષિક ટનઓવરવાળા જ્વેલર્સ પણ હોલમાર્કિંગના દાયરામાંથી બહાર રહેશે. એટલે કે નાના જ્વેલર્સને સરકારે મોટી રાહત આપી છે. ઓગસ્ટના અંત સુધીમાં હોલમાર્કિંગના નિયમોનું પાલન કરવા પર કોઈ કાર્યવાહી થશે નહીં. આ સાથે જ સરકારે 14, 18, 22 ઉપરાંત 20, 23 અને 24 કેરેટ જ્વેલરીના હોલમાર્કિંગની પણ મંજૂરી આપી છે. 


How to book Vaccine Slots: Paytm એ લોન્ચ કરી વેક્સીન સ્લોટ બુક કરવાની સુવિધા


ઈન્ડસ્ટ્રીએ કર્યું સ્વાગત
આ બેઠકમાં અન્ય વેપારી નેતાઓ ઉપરાંત અખિલ ભારતીય વેપારી સંઘ (CAIT)ના રાષ્ટ્રીય સચિવ અને અખિલ ભારતીય જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF) ના રાષ્ટ્રીય સંયોજકે પણ ભાગ લીધો હતો. AIJGF સમગ્ર દેશમાં નાના જ્વેલર્સનું સૌથી મોટું સંગઠન છે. CAIT ના નેશનલ પ્રેસિડેન્ટ બી સી ભરતિયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે સરકારના આ પગલાંનું સ્વાગત કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube