નવી દિલ્હીઃ Mankind Pharma IPO: જો તમે અત્યાર સુધી પબ્લિક ઓફર્સ એટલે કે IPO માં પૈસા લગાવવાનું ચુકી ગયા છો તો તમારા માટે એક જબરદસ્ત તક છે. આગામી સપ્તાહે ફાર્મા સેક્ટરની કંપનીનો આઈપીઓ ખુલવાનો છે. માર્કેટ રેગુલેટર SEBI એ તેને મંજૂરી આપી દીધી છે. DRHP ફાઈલિંગ પ્રમાણે ફાર્મા સેક્ટરની કંપની મેનકાઇન્ડ ફાર્માનો ઈશ્યૂ (Mankind Pharma IPO)રિટેલ રોકાણકારો માટે 25 એપ્રિલે ખુલશે. જ્યારે એન્કર ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 24 એપ્રિલે ખુલશે. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OFS માં પ્રમોટર્સ વેચશે ભાગીદારી
ડ્રાફ્ટ રેટ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે કે DRHP પ્રમાણે Mankind Pharma IPO રિટેલ ઈન્વેસ્ટરો માટે 25 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ખુલો રહેશે. જારી ડીટેલ્સ પ્રમાણે આ આઈપીઓમાં ફ્રેશ શેર જારી થશે નહીં. એટલે કે ઈશ્યૂ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ એટલે કે OFS છે, જેમાં વર્તમાન ઈન્વેસ્ટર અને પ્રમોટર્સ પોતાની ભાગીદારી વેચશે. OFS માં શેર વેચનાર પ્રમોટર્સમાં રમેશ જુનેજા, રાજીવ જુનેજા અને શીતલ અરોડા સામેલ છે. આ સિવાય , Cairnhill CIPEF, Cairnhill CGPE, Beige Ltd અને Link Investment Trust શેર વેચશે. 


આ પણ વાંચોઃ ઝીરો ઈન્વેસ્ટમેન્ટ, પણ આ ફળથી લાખો કમાવે છે ગુજરાતના ખેડૂતો


ઘરેલૂ માર્કેટ પર છે ફોકસ
મેનકાઇન્ડ ફાર્નાના સંસ્થાપક રમેશ જુનેજા છે, જેણે 1995માં કંપનીની શરૂઆત કરી હતી. કંપની Manforce Condoms,પ્રેગનેન્સી ટેસ્ટ કિટ Prega News જેવી ફેમસ પ્રોડટ્ક માટે જાણીતી છે. કંપનીનું ફોકસ ઘરેલૂ માર્કેટ પર છે. FY2022 કુલ આવકમાં 97.60% ભાગ ભારતમાંથી આવે છે. ફાર્મા બિઝનેસમાં કંપનીએ 36 બ્રાન્ડ્સ ડેવલોપ કરી છે. 
 


કંપનીને નહીં મળે ફંડ
કારણ કે આ આઈપીઓ સંપૂર્ણ રીતે OFS છે, તેથી કંપનીને કોઈ રકમ મળશે નહીં. IPO દ્વારા ભેગા કરવામાં આવેલું ફંડ શેરહોલ્ડર્સ પાસે જશે. આઈપીઓ માટે લીડ મેનેજર્સ Kotak Mahindra Capital, Jefferies, IIFL Capital, Axis Capital અને JP Morgan છે. ડીલમાં લો ફર્મ Shardul Amarchand Mangaldas, Cyril Amarchand Mangaldas, AZB & Partners અને Sidley Austin છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube