ઝીરો ઈન્વેસ્ટમેન્ટ, પણ આ ફળથી લાખો કમાવે છે ગુજરાતના ખેડૂતો

ice apple farming : તાડના ઝાડ પાછળ ખેડૂતોને એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી. પરંતુ તેની સામે તાડના ઝાડમાંથી વર્ષમાં બે વખત તાડ ગિલ્લી નામના ફળ આવે છે. તાડ ગિલ્લી નામના ફળની બજારમાં ઉનાળાની મોસમમાં ભારે માંગ હોય છે

ઝીરો ઈન્વેસ્ટમેન્ટ, પણ આ ફળથી લાખો કમાવે છે ગુજરાતના ખેડૂતો

Gujarat Farmers નિલેશ જોશી/ઉમરગામ : છેલ્લા કેટલાક વર્ષોથી બદલાતા મોસમ અને ગ્લોબલ વોર્મિંગને કારણે પરંપરાગત પાકો અને ફળફળાદીના પાકોમાં ખેડૂતોએ ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. જોકે વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રના હદ પર આવેલા દરિયા કિનારા વિસ્તારમાં તાડનું ઝાડ ખેડૂતો માટે આશીર્વાદરૂપ પૂરા થઈ રહ્યું છે. કારણ કે એક પણ રૂપિયાના ખર્ચ વિના તાડનું ઝાડ આર્થિક ઉપાર્જનનું સાધન બની રહ્યું છે.  

વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા વિસ્તારમાં કેરી અને ચીકુનો મુખ્ય પાક લેવાય છે. આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો કેરી અને ચીકુના પાક પર જ નિર્ભર રહે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરાગત પાકો અને ફળફળાદીના પાકોમાં પ્રતિકૂળ વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગને કારણે અવાર-નવાર વાતાવરણમાં થતા ફેરફાર અને વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. વધુમાં કેરી અને ચીકુના પાકમાં ખેડૂતોને દવા ખાતર અને અન્ય માવજતનો પણ ખર્ચ થાય છે. એની સામે વળતરનું પ્રમાણ ઓછું છે. જોકે હવે આ વિસ્તારના ખેડૂતો આંતરપાક તરીકે તાડના ઝાડ લગાવી રહ્યા છે. 

તાડનું ઝાડ આ વિસ્તારના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક પુરવાર થઈ રહ્યું છે. કારણ કે તાડના ઝાડનું ફળ તાડ ગીલ્લી આ વિસ્તારના ખેડૂતો માટે મોટું આર્થિક ઉપાર્જન ઊભું કરી આપે છે. મહત્વની વાત એ છે કે તાડના ઝાડ પાછળ ખેડૂતોને કોઈપણ જાતનું પાણી આપવું પડતું નથી. ખાતર દવા કે અન્ય માવજતનો પણ કોઈ ખર્ચ નથી. આમ તાડના ઝાડ પાછળ ખેડૂતોને એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી. પરંતુ તેની સામે તાડના ઝાડમાંથી વર્ષમાં બે વખત તાડ ગિલ્લી નામના ફળ આવે છે. તાડ ગિલ્લી નામના ફળની બજારમાં ઉનાળાની મોસમમાં ભારે માંગ હોય છે. ઉનાળામાં અમૃત સમાન તાડ ગિલ્લી નામના આ ફળના અનેક ફાયદા છે. આથી તાડ ગિલ્લી આ વિસ્તારના ખેડૂતો માટે આર્થિક ઉપાર્જનનું મોટું સાધન બની રહ્યું છે. 

ખએડૂત ચંદ્રકાન્ત પાટીલ કહે છે કે, તાડ ગિલ્લી.. ગલેલી તરીકે પણ ઓળખાય છે. આ ગલેલી ઉનાળામાં અમૃત સમાન ફળ માનવામાં આવે છે. કારણ કે તેના અનેક ફાયદા છે સૌથી મોટી વાત એ છે કે તાડ ગિલ્લી 100 ટકા ઓર્ગેનિક ફળ છે. આથી બજારમાં તેની ખૂબ જ માંગ રહે છે. વર્ષે તાડનું એક ઝાડ ખેડૂતોને 10 થી 12 હજારનો ફાયદો કરાવે છે. આથી જો એક પરિવાર માત્ર તાડના પાંચ ઝાડ લગાવે તો પણ એ પરિવારના આખા વર્ષનો ખાવાનો ખર્ચ નીકળી જાય છે. આમ એક પણ રૂપિયાના ખર્ચ વિના તાડનું ઝાડ ખેડૂતોને મોટી આવક રળી આપે છે. તેમજ ઉનાળામાં ગરમીમાંથી રાહત અપાવવા નાળિયેર અને અન્ય ઠંડા પીણાંની જગ્યાએ જો તાડ ગિલ્લીનું સેવન કરવામાં આવે તો તેના અનેક ફાયદા પણ થાય છે. આથી લોકો હોંશે હોશે તાડ ગીલ્લી ફળનો સ્વાદ લે છે. 

તાડ ગિલ્લીના આ ઝાડને કોઈપણ જાતના હવામાનના ફેરફાર નથી નડતા. આંધી તોફાન કે કમોસમી વરસાદમાં પણ તેને કોઈ નુકસાન નથી થતું. તેમાં રોગ પણ નથી લાગતો આથી દવા કે ખાતરનો પણ છંટકાવ કરવો પડતો નથી. આમ તાડના ઝાડ પાછળ ખેડૂતોને એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી. માત્ર તાડના ઝાડ પરથી ફળ નીચે ઉતારવા માટે મજૂરીનો જ ખર્ચ થાય છે, એની સામે ખેડૂતોને 100 ટકા વળતર રળી આપે છે. આથી વર્તમાન સમયમાં જો ખેડૂતો આંતર પાક તરીકે જો તાડનું ઝાડ રોપે તો તેના અનેક ફાયદા થઈ શકે છે અને માત્ર પાંચ ઝાડ જ ખેડૂત પરિવારને આત્મનિર્ભર બનાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news