સરકાર આ દિવસે જારી કરશે 100 રૂપિયાનો સિક્કો, જાણો કેવો દેખાશે, શું હશે તેમાં ખાસ
Mann Ki Baat 100th Episode: સરકાર જલદી 100 રૂપિયાનો સિક્કો જારી કરવાની છે. તેની તૈયારીઓ ચાલી રહી છે. સરકાર તરફથી તેનું નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ હજુ સુધી તમે 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના સિક્કા જોયા હશે. હવે તમને 100 રૂપિયાનો સિક્કો (Rs 100 Coin) પણ જોવા મળશે. સરકાર જલદી 100 રૂપિયાનો સિક્કો જારી કરવાની છે. આ માટે દિવસ પણ નક્કી કરી લેવામાં આવ્યો છે. આ સિક્કો સામાન્ય સિક્કાથી ખુબ અલગ હશે. સરકાર તરફથી તેનું નોટિફિકેશન પણ જારી કરી દેવામાં આવ્યું છે. તે પ્રમાણે કેન્દ્રીય ઓથોરિટી હેઠળ જારી થનાર ટકંશાળમાં માત્ર એક સો રૂપિયાના મૂલ્ય વર્ગના સિક્કાને ઢાળવામાં આવશે. આવો તમને જણાવીએ કે સરકાર 100 રૂપિયાનો સિક્કો ક્યારે જારી કરવાની છે. તે દેખાવમાં કેવો હશે અને તેમાં શું ખાસ રહેશે.
કેવો દેખાશે 100 રૂપિયાનો સિક્કો
નોટિફિકેશન પ્રમાણે સિક્કોનો આકાર 44 મિલીમીટરનો હશે. તે ચાર ધાતુઓ- ચાંદી, તાંબુ, નિકલ અને જસતથી બનાવવામાં આવશે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે સિક્કાના આગળના ભાવમાં અશોક સ્તંભ હશે અને તેની નીચે સત્યમેવ જયતે લખેલું હશે. સો રૂપિયાના સિક્કા પર માઇક્રોફોન બનેલું હશે અને તેના પર 02023 લખેલું હશે. સિક્કાની એક બાજુ ભારત અને બીજી સાઇડ પર INDIA લખેલું રહેશે અને શીર્ષની નીચે ₹ નું ચિન્હ જોવા મળશે.
આ પણ વાંચોઃ Business Idea: માત્ર 50 હજારમાં શરૂ કરો આ શાનદાર બિઝનેસ કરોડોમાં થશે કમાણી
આ દિવસે જારી થશે સિક્કો
નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેડિયો દ્વારા મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમને સંબોધિત કરે છે. આ કાર્યક્રમના જલદી 100 એપિસોડ પૂરા થવાના છે. આ તકે 100 રૂપિયાનો સિક્કો જારી કરવામાં આવશે. સિક્કા પર મન કી બાત 100' (Mann Ki Baat)લખેલું હશે. 30 એપ્રિલે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડનું પ્રસારણ થસે. તેને લઈને ભાજપ તરફથી વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે. ભાજપ એક લાખથી વધુ બૂથ પર તેનું પ્રસારણ સાંભળવાનું પ્લાનિંગ કરી રહી છે. પાર્ટી ઈચ્છે છે કે દુનિયાભરમાં તેનું પ્રસારણ કરવામાં આવે. નોંધનીય છે કે પીએમ મોદીના મન કી બાત રેડિયો પ્રસારણની શરૂઆત 3 ઓક્ટોબર 2014ના દશેરા પર થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube