નવી દિલ્હી: જૂન મહિનો આપણા બધા માટે મહત્વપૂર્ણ મહીનો થવાનો છે. 1 જૂનથી તમારું જીવન કેટલાક નિયમો સાથે આવશે. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે જાણી લો મહત્વપૂર્ણ વાતો જે આ મહીને તમારા જીવનમાં અસર કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દેશમાં અનલોક 1 અમલમાં આવતા જ શેર બજારમાં તેજી, સેન્સેક્સે 33,000ની સપાટી કૂદાવી


ભારતીય રેલવેની 200 સ્પેશિયલ ટ્રેન આજથી શરૂ
ભારતીય રેલવે તાજેતરમાં શ્રમિક અને સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરી રહી છે. 1 જૂનથી રેલ મંત્રાલયે 200 ટ્રેનોને શરૂ કરવાની જાહેરાત કરી હતી. આજથી આ તમામ ટ્રેન શરૂ થઈ ગઈ છે. સવારથી સતત ટ્રેનોને દોડાવવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- મોટો ઝટકો: આજથી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો


શરૂ થશે વન નેશન-વન કાર્ડ
દેશભરમાં રાશન કાર્ડ માટે 1 જૂનથી વન નેશન-વન કાર્ડ (One Nation One Ration Card)ની યોજના સંપૂર્ણ રીતે લાગુ થઈ રહી છે. હાલ આ સ્કીમ 20 રાજ્યોમાં શરૂ થશે. આ સ્કીમનો ફાયદો રાશન કાર્ડ કોઈપણ રાજ્યમાં બન્યું હોય, તેને રાશન ખરીદવા માટે ઉપયોગ બીજા રાજ્યમાં પણ થઈ શકે છે. તેનાથી ગરીબોને ખુબજ ફયાદો થશે.


આ પણ વાંચો:- ચીનની વિરૂદ્ધ જંગમાં ઉતર્યા 3 idiotsના અસલી હીરો, 'ડ્રૈગન'ની કમર તોડવાનો બતાવ્યો પ્લાન


GoAirની શરૂ થશે ફ્લાઈટ
લો બજેટ એરલાઇન કંપની ગો એર પણ 1 જૂનથી તેની ફ્લાઇટ્સ શરૂ કરવા જઈ રહી છે. અન્ય કંપનીઓએ તેને 25 મેથી શરૂ કરી દીધી છે, પરંતુ ગોએર તેના માટે તારીખ જાહેર કરી દીધી છે. હવાઈ ​​મુસાફરોએ ફ્લાઇટમાં ઘણા નવા નિયમોનું પાલન કરવું પડશે.


આ પણ વાંચો:- હવે ડ્રોન વડે થશે તમારા ઘરમાં સામાનની ડિલીવરી, આ કંપનીને મળી મંજૂરી


પેટ્રોલના ભાવમાં વધારો
1 જૂનથી દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવા જઇ રહ્યો છે. મિઝોરમ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે છ વાગ્યે બદલાવ આવે છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube