ચીનની વિરૂદ્ધ જંગમાં ઉતર્યા 3 idiotsના અસલી હીરો, 'ડ્રૈગન'ની કમર તોડવાનો બતાવ્યો પ્લાન
. ચીનના 140 કરોડ લોકો છૂટક મજરી કરે છે. ચીન આ વાતથી ડરે છે કે ઘણા લોકો તેમના વિરૂદ્ધ બગાવત ન કરી દે. ચીનમાં તખતા પલટ થઇ શકે છે, એટલા માટે ચીન પોતાના પડોશી દેશો સાથે ઝઘડા કરીને પોતાના દેશની જનતાનું ધ્યાન ભટકાવી રહ્યું છે.
Trending Photos
લદ્દાખ: 3 idiots ના અસલી 'હીરો' પ્રોફેસર સોનમ વાંગચુકએ ચીનને પાઠ ભણાવવા માટે દેશના લોકો પાસે સમર્થન માંગ્યું છે. તેમણે પોતાના એક વીડિયો સંદેશમાં કહ્યું કે સ્વ્દેશી અપનાવીને ચીનની કમર તોડો. પ્રોફેસર સોનમ વાંગચુકે 'મેડ ઇન ચાઇના' સામાનનો બહિષ્કાર કરી તેની આર્થિક હાલતને પાયમાલ કરવાની ચળવળ શરૂ કરવાની વાત કહી. તેમણે કહ્યું કે ચીનને સેના બુલેટથી જવાબ આપશે પરંતુ દેશના નાગરિક વોલેટથી જવાબ આપશે.
તેમણે કહ્યું કે ''હું ચીન-ભારત વચ્ચે જે ટકરાવની સ્થિતિ બનેલી છે, તેમાં આખા દેશએ પોતાની જવાબદારી નિભાવવી પડશે. દેશના અનેક શહેરોના નાગરિકોને ચીનની હરકત સમજીને તેનો જવાબ આપવો પડશે. ચીન પોતાના દેશની અંદરની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીનના 140 કરોડ લોકો છૂટક મજરી કરે છે. ચીન આ વાતથી ડરે છે કે ઘણા લોકો તેમના વિરૂદ્ધ બગાવત ન કરી દે. ચીનમાં તખતા પલટ થઇ શકે છે, એટલા માટે ચીન પોતાના પડોશી દેશો સાથે ઝઘડા કરીને પોતાના દેશની જનતાનું ધ્યાન ભટકાવી રહ્યું છે.
ઇનોવેટર વાંગચુકએ કહ્યું કે ''ચીન પહેલીવાર આમ કરી રહ્યું નથી. 1962માં પણ ચીને ભારત સાથે જંગ પોતાની જનતાનું ધ્યાન હટાવવા માટે કર્યું હતું. ચીનએ પોતાની જીડીપીની ચિંતા છે. મને લાગે છે કે ભારતની બુલેટ પાવરથી વધુ વોલેટ પાવર ચીન વિરૂદ્ધ જંગમાં વધુ કામ આવશે. ચીનનો સામાન ખરીદવાનું બંધ કરો.
આપણે લોકો દર વર્ષે 5 લાખ કરોડ રૂપિયાનો ચીનનો માલ ખરીદે છે. આ પૈસાનો ઉપયોગ ચીન આપણા વિરૂદ્ધ જંગ માટે કરી રહ્યું છે. એટલા માટે આપણા દેશના 130 કરોડ અને દેશની બહાર 3 કરોડ લોકો બોયકોટ ચાઇના અભિયાન ચલાવી દે, તો ચીનની આર્થિક સ્થિતિ ખરાબ થઇ જશે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે